સલાહકારક કમીટીનું બંધારણ - કલમ:૮૮

સલાહકારક કમીટીનું બંધારણ

(૧) કેન્દ્ર સરકાર આ કાયદાનો અમલ શરૂ થયા પછી જેટલી જલ્દી થઇ શકે તેટલું જલ્દી એક કમિટીની રચના કરશે જેને સાયબ રેગ્યુલેશન એડવાઇઝરી કમિટી કહેવામાં આવશે. (૨) કેન્દ્ર સરકારને યોગ્ય લાગે તેમ સાયબર રેગ્યુલેશન એડવાઇઝરી કમિટીમાં એક અધ્યક્ષ અને એટલી સંખ્યામાં અધિકારીઓ અને નોન ઓફીસીયલ સભ્યો કે જેઓ સૈધ્ધાંતિક રીતે અસરગ્રસ્ત લોકોના પ્રતિનિધિઓ હોય કે વિષય વસ્તુ માટેનું ખાસ જ્ઞાન ધરાવતા હોય (૩) સાયબર રેગ્યુલેશન એડવાઇઝરી કમિટી નીચેની બાબતોમાં સલાહ આપશે (એ) કેન્દ્ર સરકારને સામાન્ય રીતે કોઇપણ નિયમો માટે કે આ કાયદા સાથે સંકળાયેલ બીજા કોઇપણ હેતુ માટે (બી) આ કાયદા હેઠળના નિયમો ઘડવામાં કન્ટ્રોલરને (૪) આ કમિટીના જેઓ સભ્ય નથી તેવા સભ્યોને મુસાફરી ભથ્થાં અને અન્ય એવા ભથ્થાં કે જે કેન્દ્ર સરકાર નકકી કરે તે ચુકવવામાં આવશે.