નિયમો બનાવવાના કન્ટ્રોલરની સતા - કલમ:૮૯

નિયમો બનાવવાના કન્ટ્રોલરની સતા

(૧) કન્ટ્રોલર સાયબર રેગ્યુલેશન એડવાઇઝરી કમિટીની સલાહ લીધા બાદ અને કેન્દ્ર સરકારની પુવૅ મંજુરી મેળવીને ઓફીસીયલ ગેઝેંટમાં નોટીફીકેશન પ્રસિધ્ધ કરીને આ કાયદાને અનુરૂપ હોય તેવા કાયદા ઘડી શકશે અને તે હેઠળ આ કાયદામાં જણાવેલ કાયૅવાહી કરવા માટે નિયમો બનાવી શકશે. (૨) ખાસ કરીને અને આ પહેલાં જણાવેલ સતાની સામાન્યતાને વિપરીત અસર ના થાય તે રીતે એવા કાયદા ઘડે કે જે નીચે દશૅ।વેલા બધા કે અમુક બાબતો જોગવાઇ પુરી પાડી શકે જેમ કે (એ) કલમ-૧૮ ના ખંડ (એન) હેઠળ દરેક સટીફાઇંગ ઓથોરીટીના ડીસકલોઝર રેકોર્ડમાં હોય તેવા ડેટા બેઝની જાળવણીના સંદભૅમાંની વિગતો માટે (બી) કલમ-૧૯ ની પેટા કલમ (૧) હેઠળ શરતો અને નિયંત્રણો કે જેને આધારે કન્ટ્રોલર કોઇ વિદેશી સર્ટીફાઇંગ ઓથોરીટીને માન્યતા આપી શકે (સી) કલમ-૨૧ ની પેટા કલમ (૩) ના ખંડ (સી) હેઠળ એવી શરતો અને બોલીઓ કે જેને આધારે લાયસન્સ આપી શકાય (ડી) કલમ-૩૦ ના ખંડ (ડી) હેઠળ સરીફાઇંગ ઓથોરીટીએ જોવાના અન્ય ધોરણો (ઇ) કલમ-૩૪ ની પેટા કલમ (૧) માં નિર્દિષ્ટ કરેલ હકીકતો સટીફાઇંગ ઓથોરીટી કેવી રીતે જાહેર કરે તેની રીત (એફ) કલમ-૩૫ ની પેટા કલમ (૩) હેઠળની અરજી સાથે રજુ કરવાનું નિવેદનની વિગતો (જી) કલમ-૪૨ ની પેટા કલમ (૨) હેઠળ સટીફાઇંગ ઓથોરીટીને લવાજમ આપનાર દ્રારા ખાનગી ચાવીનું સમાધાન રજુ કરવાની રીત (૩) આ કાયદા હેઠળ ઘડવામાં આવેલા તમામ કાયદાને તે ઘડાઇ ગયા બાદ બને એટલી જલ્દીથી સંસદના દરેક ၁၉ કે જે તે વખતે ચાલુ હોય તેની સમક્ષ રજુ કરવાનુ રહેશે અને તેને માટે કુલ ૩૦ દિવસનો મહતમ સમય આપવામાં આવશે અને તે સમયમાં એક બેઠક કે બે બેઠક કે વધુ સળંગ બેઠકોનો સમાવેશ થઇ શકશે અને જો તુતની સંસદની બીજી બેઠક કે તે પછીની સંસદની બેઠકનો સમય પુર્ણ થાય તે પહેલા જો બન્ને ગૃહો નિયમમાં સુધારણા કરવા સંમત થાય તો અથવા જો બન્ને ગૃહો સંમત થાય કે તેવો સુધારો ના કરવો જોઇએ તો સુધારેલો નિયમની અસર ત્યાર બાદ પયાપ્રસંગ માત્ર તેવા સુધારેલા નિયમ પુરતી જ કે તેને રદ કરેલ હોય તો તેનું રદીકરણની અસર થશે જો કે તેવા સુધારો કે રદીકરણ કરવામાં આવ્યાની અસર તે પહેલાની કાયદેસરતામાં કે તે હેઠળ કરવામાં આવેલ કાયૅ ને થશે નહીં.