રાજય સરકારની નિયમો ઘડવાની સતા - કલમ:૯૦

રાજય સરકારની નિયમો ઘડવાની સતા

(૧) રાજય સરકાર ઓફીસીયલ ગેઝેટમાં નોટીફીકેશન પ્રસિધ્ધ કરીને આ કાયદાની જોગવાઇઓના પાલન માટે નિયમો કરી શકશે. (૨) ખાસ કરીને અને આ પહેલા જણાવેલ સતાની સામાન્યતાને વિપરીત અસર ના થાય તે રીતે એવા નિયમો ઘડે કે જે નીચે દશૅાવેલા બધા કે અમુક બાબતો જોગવાઇ પુરી પાડી શકે જેમ કે (એ) કલમ ૬ની પેટા કલમ (૧) હેઠળ ઇલેકટ્રોનિક ફોમૅ કે જેમા ભરવાની આપવાની મંજુર કરવાની પહોંચ આપવાની કે ચુકવણું કરવાની જોગવાઇઓ માટે (બી) કલમ ૬ની પેટા કલમ (૨)માં દશૅાવેલી બાબતો માટે (સી) સન ૨૦૧૭ના નાણા અધિનિયમ ક્રમાંક ૭ મુજબ રદ થયેલ છે. (૩) આ અધિનિયમ હેઠળ દરેક નિયમ કે જેને રાજય સરકારે ઘડેલ હોય તેને તે ઘડાઇ ગયા બાદ વહેલામાં વહેલી તકે રાજયની વિધાનસભાના બન્ને ગૃહો કે જે રાજયમાં એક ગૃહ હોય તો તે ગૃહ સમક્ષ રજુ કરવામાં આવશે.