
કાયદા સાથે સંઘષૅમાં હોય તેવા બાળકની ધરપકડ
(૧) જયારે બાળકની પોલીસ દ્રારા ગુના અંગે ધરપકડ કરવાની દહેશત હોય ત્યારે બાળકને સ્પેશિયલ બાળ પોલીસ યુનિટના સ્થળે સમક્ષ મૂકવો જોઇએ અથવા બાળ રક્ષણ અધિકારીના સ્થળમાં મૂકવો જોઇએ કે બોડૅ સમક્ષ બાળકને ૨૪ ચોવીસ કલાકની અંદર સમય ગુમાવ્યા સિવાય પ્રવાસ માટે જરૂરી હોય તેવો સમય બાદ કરીને બાળકની ધરપકડની ધાસ્તી હોય ત્યારે કે જે સ્થળે ધરપકડની ધાસ્તી હોય તે સ્થળેથી બોડૅ સમક્ષ ઉપસ્થિત કરવો જોઇએ. જોગવાઇ કરવામાં આવી છે કે જે બાળક કાયદા સાથે સંઘષૅમાં હોય તેવો આરોપ હોય ત્યારે બાળકને પોલીસ લોકઅપ કે જેલમાં કોઇપણ કેસમાં કોઇપણ દાખલામાં મૂકવો જોઇએ નહિ. (૨) રાજય સરકાર આ કાયદાને સુસંગત નિયમો બનાવશે. (૧) તેવી વ્યકિતઓ પુરી પાડવી જેઓ બાળક કાયદા સાથે સંઘષૅમાં છે એવો આરોપ કરે છે ત્યારે બોડૅ સમક્ષ હાજર કરવો જોઇએ. (૨) તેવી પધ્ધતિ પુરી પાડવી જેના દ્રારા બાળક કાયદા સાથે સંઘષૅ કરી રહ્યો છે તેવો આક્ષેપ હોય છે ત્યારે એ રીતે કે તેને આવલોકન ગૃહ અથવા સલામતીના સ્થળે મૂકવો જોઇએ.
Copyright©2023 - HelpLaw