
પડતર તપાસની સમીક્ષા
(૧) ચીફ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ કે ચીફ મેટ્રોપોલીટીન મેજીસ્ટ્રેટ બોડૅ દ્રારા પડતર કેસોમાં સમીક્ષા કરશે અને દર મહિનામાં એકવાર બોડૅને આદેશ આપશે કે બેઠકોમાં સીટીંગ વધારો કરો અથવા વધારાની બેન્ચોની રચના કરવા ભલામણ કરી શકશે. (૨) બોડૅ સમક્ષ પડતર રહેલ કેસોની સંખ્યા તેવી પડતરતાનો સમયગાળો પડતરતાની પ્રક્રિતી અને તેવા કારણોની સમીક્ષા દર છ મહિને રાજયની લીગલ ઉચ્ચ સ્તરીય કમિટિ કે જેના અધ્યક્ષ રાજય લીગલની સર્વીસ ઓથોરીટી કે જેની બનેલી છે તે કે જેના અધ્યક્ષ ગૃહ વિભાગના સેક્રેટરી આ કાયદાનો અમલ કરનાર સેક્રેટરી કે જે રાજયમાં અમલ કરવા માટે જવાબદાર છે અને સ્વૈચ્છિક કે બિન સરકારી સંસ્થાના અધ્યક્ષ દ્રારા નિમાયેલાઓની બનેલી ઉચ્ચ સ્તરીય કમિટિ પુનઃસમીક્ષા કરશે. (૩) આવી પડતર પડેલી તપાસની બાબતે માહીતી બોડૅ દ્રારા ચીફ જયુડી મેજી. ને કે ચીફ મેટ્રોપોલીટીન મેજીસ્ટ્રેટ અને જીલ્લા મેજીસ્ટ્રેટને પૂરી પાડવામાં આવશે અથવા જીલ્લા મેજીસ્ટ્રેટ ત્રિમાસીક ધોરણે રાજય સરકાર દ્રારા નકકી કરેલ પત્રકમાં મોકલવામાં આવશે.
Copyright©2023 - HelpLaw