જે બાળક કાયદા સાથે સંઘાષીત ના હોય તેના સંબંધમાં હુકમો - કલમ:૧૭

જે બાળક કાયદા સાથે સંઘાષીત ના હોય તેના સંબંધમાં હુકમો

(૧) જયાં બોડૅ તપાસ બાદ સંતુષ્ટ થાય કે તેઓ સમક્ષ રજુ થયેલ બાળકને કોઇ ગુનો આચરેલ નથી તો જે તે વખતે અમલમાં રહેલ કોઇપણ કાયદામાં કાંઇપણ વિપરીત સમાવિષ્ટ હોય તે છતા બોડૅ તે અસર માટે હુકમ પસાર કરવાનો રહેશે. (૨) જે બોડૅને તેમ જણાય કે તેઓ સમક્ષ રજુ કરવામાં આવેલ પેટા કલમ (૧) માં સંદભૅ કરેલ બાળકને કાળજી અને સુરક્ષાની જરૂરિયાત છે તો તેઓએ યોગ્ય નિર્દેશો સાથે તે બાળકને કમિટિ તરફ સંદભૅ કરવાનો રહેશે.