પડતર કેસો માટે ખાસ જોગવાઇઓ - કલમ:૨૫

પડતર કેસો માટે ખાસ જોગવાઇઓ

આ અધિનિયમમાં કાંઇપણ સમાવિષ્ટ હોય તે છતા આ અધિનિયમના અમલમાં આવ્યાની તારીખે કોઇપણ બોડૅ અથવા અદાલત સમક્ષ પડતર રહેલ કાયદા સાથે સંઘષૅમાં હોય તેવા બાળક સબંધિત કેસોની તમામ કાયૅવાહીઓને જે તે બોડૅ અથવા અદાલતમાં જાણે આ કાયદો ઘડવામાં આવ્યો જ નથી તેમ ચાલુ રાખવામાં આવશે.