કમિટિની સતાઓ - કલમ:૨૯

કમિટિની સતાઓ

(૧) કમિટિની કાળજી સંરક્ષણ સારવાર વિકાસ પુનઃવૅસન કાળજીની જરૂરીયાત રક્ષણ પાયાની કાળજી રક્ષણ જળવાય તે રીતે કેસનો નિકાલ કરવાની સતા તેમજ તેવા બાળકોની મૂળ જરૂરિયાતો અને રક્ષણ પૂરૂ પાડવાની સતા સમિતિની રહેશે. (૨) જયારે કોઇ વિસ્તાર માટે કમિટિની રચના કરવામાં આવી હોય ત્યારે આવી કમિટિ અન્ય કાયદાઓમાં ગમે તે સમાવિષ્ટ હોય તે છતા અન્ય કાયદા હેઠળ ગમે તે અમલમાં હોય તે છતા આ કાયદામાં અન્યથા રીતે સ્પષ્ટ રીતે જોગવાઇ પૂરી પાડવામાં આવી છે એ મુજબ કમિટિી આ કાયદા હેઠળ બાળકની કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકોના સંદભૅમાં થતી તમામ કાયૅવાહીઓ સાંભળવાની ખાસ સતા રહેશે.