
કમિટિના કાર્યો અને જવાબદારીઓ
કમિટિનું કાયૅ અને જવાબદારીમાં ની મુજબનો સમાવેશ થાય છે. (૧) જે બાળકને તેની સમક્ષ લાવવામાં આવે તેને સ્વીકારશે અને કોગ્નીઝન્સ લેશે (૨) આ કાયદા હેઠળ બાળકની સલામતી સારાપણાને અસર કરતી બધીજ બાબતો અંગે તપાસ કરશે. (૩) બાળ કલ્યાણ અધિકારીને કે પ્રોબેશન ઓફીસરને જીલ્લા બાળ રક્ષણ એકમને બિન સરકારી સંસ્થાને સામાજીક તપાસ કરીને કમિટિ સમક્ષ અહેવાલ રજૂ કરવાનો આદેશ આપશે. (૪) બાળકની કાળજી અને રક્ષણ માટેના યોગ્ય વ્યકિતની તપાસ કરવા અને તેને યોગ્ય વ્યકિત તરીકે કાળજી અને રક્ષણ માટે યોગ્ય વ્યકિત જાહેર કરવા (૫) ઉછેર માટે બાળકની કાળજી માટે લેનારની સ્થિતિ અંગે નિર્દેશ કરવા (૬) બાળકની કાળજી અને રક્ષણ યોગ્ય પુનઃવૅસન પુનઃસ્થાપન બાળકની આવશ્યક જરૂરીયાત કાળજી અને રક્ષણની જરૂરીયાત બાળકની વ્યકિતગત પાયાની કાળજી અને જરૂરીયાતનુ આયોજન માં બાપ વાલી યોગ્ય વ્યકિત બાળગૃહ તથા યોગ્ય સુવિધાઓને આ સબંધમાં નિર્દેશો આપવા (૭) બાળકની પાયાગત જરૂરીયાત માટે માન્ય સંસ્થામાં મૂકવા માટે સંસ્થાનું સ્ટેટસ મુજબ બાળકને તે સંસ્થામાં મૂકીને સંસ્થાકીય મદદ મેળવવા માટે બાળકની ઉંમર જાતિ આશકતતા જરૂરીયાત વિગેરે ધ્યાનમાં રાખીને સંસ્થામાંથી સંસ્થાની હેસિયતની પસંદગી કરીને બાળકને તેવી સંસ્થામાં મુકવા (૮) બાળકની કાળજી અને રક્ષણની જરૂરીયાત માટે જીલ્લા બાળ રક્ષણ એકમ અને રાજય સરકારની કમિટિ મહિનામાં બે વખત રહેણાંકની સુવિધાની વીઝીટ લઇને ઇન્સ્પેકશન કરશે. અને બાળકની દરકાર રક્ષણ વખતે સવીસની ગુણવતા સુધારવા પગલાં લેવા ભલામણ કરશે. (૯) માં બાપે સરેન્ડર કરેલ ના અમલ બાબતે પ્રમાણિત કરવું અને તે જ સમયે કુટુંબને સાથે રાખવા માટે ફરીથી વિચાર કરવા અને કુટુંબને એક રાખવાના કરેલ પ્રયત્નો માટે સમય આપશે. (૧૦) ત્યજી દીધેલ બાળકને કુટુંબમાં પુનઃસ્થાપન માટે પ્રયત્નો કર્યું। તેની ખાત્રી માટેની પ્રક્રીયાને અનુસરવા માટેના પ્રયત્નો ઠરાવવા (૧૧) અનાથ જાહેર કરવા બાળકને ત્યજી દેવા શરણે કરવા દતકગ્રહણ માટે કાયદેસરની યુકિત પછી જરૂરી તપાસ કરવા (૧૨) કેસોમાં સુઓ મોટો કોગ્નીઝેન્સ લેવું જે બાળકને કમિટિ સમક્ષ હાજર કરવામાં ન આવ્યો હોય તેની પાસે પહોચી જઇને કાળજી અને દરકાર રક્ષણ પૂરી પાડવા પરંતુ જોગવાઇ છે કે કમિટિના ત્રણ સભ્યોએ નિર્ણય લેવો જોઇએ. (૧૩) ખાસ બાળક પોલીસ એકમ સ્થાનીક પોલીસ બાળકો પ્રત્યે જાતીય સતામણી અધિનિયમ ૨૦૧૨ દ્વારા જાતિય રીતે દુરૂપયોગ કરાયેલ બાળકનો કેસ છે અને કાળજી અને રક્ષણની જરૂરીયાત છે તેવો અહેવાલ મળ્યેથી પુનઃવૅસ માટેના પગલા લેવા હુકમ કરશે. (૧૪) કલમ ૧૭ની પેટા કલમ (૨) હેઠળ બોડૅ દ્રારા સંદર્ભે કરવામાં આવેલ કેસો સાથે વ્યવહાર કરવો (૧૫) પોલીસ મજૂર વિભાગ અને અન્ય એજન્સીઓ બાળકની કાળજી અને રક્ષણ માટે સંડોવાયેલી હોય તેને જીલ્લા બાળ રક્ષણ એકમ અથવા રાજય સરકારનો સહારો લેવા માટે સુસંકલન કરશે. (૧૬) બાળકનો દુરૂપયોગ બાળ કાળજી લેનાર સંસ્થાનમાં થયો છે તેવી ફરિયાદ મળ્યેથી કમિટિ તપાસ કરશે અને પોલીસ કે જીલ્લા બાળ રક્ષણ એકમ અને લેબર ડિપાટૅમેન્ટને બાળ સેવાને જેવો કેસ હોય તે મુજબ નિર્દેશ આપશે. (૧૭) બાળકને યોગ્ય કાયદાકીય સેવાનો ઉપયોગ કરવા (૧૮) અન્ય બીજી જવાબદારીઓ કાર્યો જે હોય તે નકકી કરશે.
Copyright©2023 - HelpLaw