કમિટિ સમક્ષ રજુ કરવું - કલમ:૩૧

કમિટિ સમક્ષ રજુ કરવું

(૧) કોઇપણ બાળકને રક્ષણ અને કાળજી માટે નીચેનાઓ નામ સહિત કમિટી સમક્ષ હાજર કરી શકશે જેમ કે (૧) કોઇપણ પોલીસ ઓફીસર ખાસ બાળક પોલીસ એકમ કે જીલ્લા બાળ રક્ષણ એકમ કે કોઇ મજુર કાયદા હેઠળ નિમાયેલ ઇન્સ્પેકટર હોય તે જે તે અમલમાં હોય તે કાયદા હેઠળ (૨) કોઇપણ જાહેર સેવક (૩) બાળ લાઇન સેવા કોઇ સ્વૈચ્છિક બિન સરકારી સંસ્થા કોઇ એન્જસી રાજય સરકાર દ્રારા માન્ય હોય તે (૪) બાળ કલ્યાણ અધિકારી અને પ્રોબેશન ઓફીસર (૫) કોઇ સામાજીક કાયૅકર જાહેર જુસ્સાદાર નાગરિક (૬) બાળક દ્રારા પોતે અથવા (૭) કોઇ નૉ ડોકટર નસીંગ હોમના મેનેજમેન્ટ મેટરનીટી હોમ જોગવાઇ કરવામાં આવી છે કે આવવા જવાના મુસાફરીનો ટાઇમ બાદ કરીને ચોવીસ કલાકમાં ગુનો બન્યો હોય ત્યારે સમય ગુમાવ્યા સિવાય કમિટિ સમક્ષ બાળકને હાજર કરવાનો રહેશે. (૨) રાજય સરકાર આ અધિનિયમ સાથે સમિટિને કેસ રિપોટૅ કરવો અને બાળકને કમિટિ સમક્ષ હાજર કરવાની રીત યોગ્ય સુવિધા યોગ્ય વ્યકિત બાળગૃહ વિગેરે બાબતે તપાસ વખતે મદદરૂપ થાય તેવી મેનર રીતમાં અહેવાલ મોકલવા માટે નિયમો બનાવશે.