
બાળકને પુનઃસ્થાપનમાં કાળજી અને રક્ષણની જરૂર
(૧) પુનઃસ્થાપન અને બાળકના રક્ષણ માટે મુખ્ય હેતુ કોઇપણ બાળગૃહ ખાસ દતકગ્રહણ એજન્સી કે ખુલ્લો આશરો વાળી સંસ્થાઓ હોય (૨) બાળગૃહ ખાસ દતકગ્રહણ એજન્સી કે ખુલ્લા આશરાવાળી સંસ્થા બાળકના પુનઃવૅસન પુનઃ એકતામાં જરૂરી અને આવશ્યક જે બાળકની કુટુંબમાં રહેવાનો હકક છીનવાઇ ગયો હોય તેવા બાળકની કાળજી અને રક્ષણ આપીને વાતાવરણ તૈયાર કરવા ટૂંકાગાળાના કે કાયમી સમય માટે બાળક તેની કાળજી અને દરકારમાં હોય ત્યારે પગલા લેશે. (૩) કમિટિ કોઇ બાળકના પુનઃ સ્થાપન માટે કાળજી અને રક્ષણની જરૂર છે તેવા બાળક માટેની જરૂર તેના માબાપને વાલીને કે યોગ્ય વ્યકિતને જેવો કેસ હોય તે મુજબ યોગ્ય વ્યકિત કે જેઓ બાળકની કાળજી લેવા માટે યોગ્ય છે કે કેમ એ નિર્દેશ આપશે. સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુ માટે બાળકનું પુનઃસ્થાપન તથા રક્ષણ એટલે (એ) માં બાપ (બી) દતક લેનાર માં બાપ (સી) ઉછેર કરનાર માં બાપ (ડી) વાલી (ઇ) યોગ્ય વ્યકિત તરફ પુનઃસ્થાપન કરવું
Copyright©2023 - HelpLaw