અવલોકન ગૃહ - કલમ:૪૭

અવલોકન ગૃહ

(૧) રાજય સરકાર દરેક જીલ્લામાં કે જીલ્લાના જૂથમાં પોતાની મેળે કે સ્વૈચ્છિક કે બિન કે સંસ્થાકીય સંસ્થાઓ અવલોકન ગૃહ કાયદાની કલમ ૪૧ હેઠળ રજીસ્ટર કરશે અને બાળકની કાળજી અને રક્ષણ મેળવવા અને કાયદા સાથે સંઘષીત હોય તેવા બાળકને સ્વીકાર કરવા આ કાયદા હેઠળ પડતર તપાસ હોય તો પણ તે સમય માટે સ્વીકારશે. (૨) રાજય સરકારનો અભિપ્રાય થાય કે રજીસ્ટર થયેલ સંસ્થાઓ ઉપરાંત અન્ય બીજા અવલોકન ગૃહની સ્થાપના અને નિભાવ જરૂરી છે તો પેટા કલમ (૧) યોગ્ય બાળકના કામ ચલાઉ રહેવા સ્વીકાર માટે જયારે બાળક કાયદા સાથે સંઘષીત હોય ત્યારે પડતર તપાસ આ કાયદા હેઠળ હોય તો રજીસ્ટડૅ સંસ્થા તરીકે અવલોકન ગૃહને કાયદાના હેતુ માટે રજીસ્ટર્ડ કરશે. (૩) રાજય સરકાર આ કાયદા હેઠળ અવલોકન ગૃહની વ્યવસ્થા અને મોનીટરીંગ ધોરણો ઘણા પ્રકારની સેવાઓ બાળકના પુનઃવૅસન માટે પૂરી પાડવા સહિતની સેવાઓ પૂરી પાડવા માટેના નિયમો આ કાયદા હેઠળ બનાવશે આવી સેવા કાયદા સાથે સંઘષીત બાળકના પુનઃવૅસન અને સમાજમાં સામાન્ય પ્રવાહમાં પુનઃપ્રવેશ માટે જોગવાઇ પૂરી પાડશે અને કયા સંજોગોમાં કઇ રીતે નોંધણી કરવી અને અવલોકન ગૃહની મંજૂરી આપવી કે નકારવી ના નિયમો બનાવશે. (૪) દરેક બાળક કાયદા સાથે સંઘષીત હોય અને માં બાપ કે વાલીની જગામાં મૂકાયો ન હોય અને અવલોકન ગૃહમાં મોકલાશે અલગ રખાશે બાળકની ઉંમર જાતિ શારીરિક અને માનસિક સ્થિતિ અને ગુનાની ગંભીરતા મુજબ પૂરેપૂરી વિચારણા કર્યું। પછી અલગ અલગ રખાશે.