ખાસ ગૃહ - કલમ:૪૮

ખાસ ગૃહ

(૧) રાજય સરકાર પોતાની જાતે ખાસ ગૃહ સ્થાપના કરશે અને નિભાવ કરશે અથવા સ્વૈચ્છિક બિન સરકારી સંસ્થા ખાસ ગૃહ કે જે દરેક જીલ્લામાં જીલ્લાના જૂથમાં બાળક કાયદા સાથે સંઘષૅ કરતા હોય ત્યારે તેના પુનઃવૅસનની જરૂરીયાત હોય ત્યારે ખાસ ગૃહની રચના કરશે જે તે નિયત કરેલ પધ્ધતિ અનુસાર જરૂરીયાતવાળા બાળકે કે જેણે ગુનો કર્યો છે તેમ શોધાયો હોય તેને કલમ ૧૮ હેઠળ તરૂણ ન્યાય મંડળની સમક્ષ લાવીને ખાસ ગૃહમાં રાખવા હુકમ કરશે. (૨) રાજય સરકાર ખાસ ગૃહની વ્યવસ્થા દેખરેખ વ્યવસ્થા જુદા જુદા પ્રકારની સેવા પૂરી પાડવા માટેના ધોરણો નકકી કરવા સહિતના નિયમો બનાવીને પુરી પાડવા બાળકના સમાજના સામાન્ય પ્રવાહમાં પ્રવેશવા માટે અને પુનઃભળવા માટે જયારે બાળક કાયદા સાથે સંઘષીત હોય ત્યારે આવશ્યક બને છે ત્યારે સંજોગો કેવા હોય ત્યારે કઇ રીતના હોય ત્યારે ખાસ ગૃહની નોંધણી મંજૂર કરવી કે ઇન્કાર કરવો તેના નિયમો બનાવશે પૂરા પાડશે. (૩) પેટા કલમ (૨) હેઠળ બનાવેલ નિયમો જયારે બાળક કાયદા સાથે સંઘષીત હોય તેવા બાળકોની ઉંમર જાતિ કેવા પ્રકારનો ગુનો કર્યો છે તેમજ બાળકની માનસિક તથા શારીરિક સ્થિતિના આધારે છાંટી શકાશે.