સલામતીનું સ્થળ - કલમ:૪૯

સલામતીનું સ્થળ

(૧) રાજય સરકાર રાજયમાં એક સલામત સ્થળ કલમ ૪૧ હેઠળ રજીસ્ટર કરશે અઢાર વષૅના વ્યકિત માટે કે બાળક માટે કે સંઘષીત હોય તે બાળક માટે ૧૬ વષૅથી ૧૮ વષૅના બાળક જઘન્ય ગુનો કર્યો હોય અને આરોપી હોય તેને માટે સલામત સ્થળમાં રખાશે. (૨) દરેક સલામત સ્થળની અલગ વ્યવસ્થા અને સુવિધા હશે બાળક કે વ્યકિતની તપાસની પ્રક્રિયા અને બાળક કે વ્યકિત ગુના માટે સજા થયેલ હોય તેવાઓને અલગ રાખવામાં આવશે. (૩) રાજય સરકાર નિયમો દ્રારા પેટા કલમ (૧) હેઠળના સુરક્ષાના સ્થળો તરીકે નિયુકત કરી શકાય તેવા પ્રકારના સ્થળો તેમજ તેમા પૂરી પાડવામાં આવેલ સુવિધાઓ નિયત કરી શકશે.