દતકગ્રહણની અસર - કલમ:૬૩

દતકગ્રહણની અસર

એક બાળક જેના સંદર્ભમાં દતક હુકમ અદાલત દ્રારા પસાર કરવામાં આવેલ હોય તે બાળક વારસાઇ સહિત તમામ હેતુઓ માટે જયારથી દતકગ્રહણ હુકમ અમલમાં મૂકાય ત્યારથી દતક માતા પિતાનો બાળક બનશે તથા દતક માતા પિતા તે બાળકના માતા પિતા બનશે જાણે તે બાળક તેના દતક માતા પિતાના ત્યાં જ જન્મેલો હોય તેમજ તેવી તારીખથી બાળકના જન્મના પરિવારથી તેના તમામ સબંધો છૂટા થયેલ ગણાશે તથા તેવા સબંધો દતકગ્રહણ હુકમના આધારે દતક પરિવારમાં બદલાશે. જોગવઇ કરવામાં આવી છે કે કોઇપણ મિલ્કત જે દતક હુકમના અમલી બન્યાના તુરત પહેલા જ દતક ગ્રહણ બાળકને સુપ્રત કરવામાં આવેલ હોય તો તે કુદરતી કુટુંબના સબંધીઓને જાળવવાની જવાબદારીઓ જો હોય તો તે સહિતની તેવી મિલકત સબંધી માલિકીથી જોડાયેલ કોઇ જવાબદારીઓ જો હોય તો તેને આધિન દતક બાળકમાં સતત ચાલુ રહેશે.