દતકગ્રહણ એજન્સીઓ તરીકે નોંધાયેલ ના હોય તેવી સંસ્થાઓમાં રહેતા બાળકોનું દતકગ્રહણ - કલમ:૬૬

દતકગ્રહણ એજન્સીઓ તરીકે નોંધાયેલ ના હોય તેવી સંસ્થાઓમાં રહેતા બાળકોનું દતકગ્રહણ

(૧) આ કાયદા હેઠળ નોંધાયેલ તમામ સંસ્થાઓ જે ખાસ દતકગ્રહણ એજન્સી તરીકે નોંધણી થયેલ ન હોય ત્યારે તે એ હકીકતની ખાત્રી લેશે કે અનાથ ત્યજાયેલ શરણાગતવાળું બાળક તેમની કાળજી અને રક્ષણ હેઠળ હોય તો કલમ ૩૮ હેઠળની કમિટિ સમક્ષ અહેવાલ રજુ કરીને હાજર કરીને તેને કાયદેસર રીતે ગ્રહણ કરવા માટે મુકત છે તેમ કમિટિ દ્રારા જાહેરાત કરાવીને જોગવાઇ મુજબ ખાત્રી કરશે. (૨) પેટા કલમ (૧) બધી જ સંસ્થાઓનો જે ઉલ્લેખ કર્યો છે તે તમામ નજીકની સ્પેશિયલાઇઝડ એડોપ્શન એજન્સીની સાથે વિધિસરની વિકસિત સાંકળ ઊભી કરશે અને દતક ગ્રહણ માટે કાયદેસર રીતે મુકત એવા બાળક બધાજ પ્રસ્તુત દસ્તાવેજ સહિત જે રીત ઠરાવેલ છે તે મુજબ દતકગ્રહણમાં બાળકનું સ્થાન નકકી કરશે. (૩) પેટા કલમ (૧) અને પેટા કલમ (૨) હેઠળની જોગવાઇ મુજબની બાબતોનો જો કોઇ સંસ્થા ભંગ કરે તો પચાસ હજાર રૂપિયા દંડ દરેક એક પહેલી ચૂકમાં નોંધણી કરનાર સતામંડળ દ્રારા લાદશે અને વારંવાર જોગવાઇઓની ઉપરવટ જઇને જોગવાઇનું ઉલ્લંઘન કરશે તો તેના ર૦ ૦ ીસ્ટ્રેશનને અમાન્ય કરવાના પ્રસંગ સુધીની લાદી શકશે.