સતામંડળની સંચાલન કમિટિ - કલમ:૬૯

સતામંડળની સંચાલન કમિટિ

(૧) સતામંડળની સંચાલન કમિટિ હશે અને નીચેના સભ્યો હશે (એ) સચિવ મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર જેઓ એકસ ઓફિસિયો પ્રમુખ હશે. (બી) સંયુકત સચિવ મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર જેઓ એકસ ઓફિસિયો સતામંડળ સાથે વ્યવહાર કરશે. (સી) સંયુકત સચિવ મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર જેઓ એકસ ઓફિસિયો નાણાંકીય બાબતોમાં વ્યવહાર કરશે. (ડી) એક રાજય દતકગ્રહણ સંશાધન એજન્સી અને બે ખાસ દતકગ્રહણ એજન્સી (ઇ) એક દતકગ્રહણ માં બાપ અને દતકગ્રહી (એફ) એડવોકેટ પ્રોફેસર ઓછામાં ઓછા ફેમીલી લોમાં દસ વષૅનો અનુભવવાળા (જી) મેમ્બર સેક્રેટરી કે જે સંગઠનના ચીફ એકઝીકયુટીવ ઓફીસર (૨) (ડી) થી (એફ) માં જણાવેલ સભ્યોની પસંદગી તથા નિમણૂંક માટેના માપદંડ તેઓનો સમયગાળો તથા નિયુકિતની શરતો અને સમજૂતીઓ નિયત કર્યો । મુજબ રહેશે. (૩) સંચાલન કમિટિ નીચેના કાર્ય કરશે જેમ કે (એ) સતામંડળ કામગીરી ઉપર નજર રાખવી. અને સમયે સમયે સમીક્ષા કરશે કે જેથી તે વધુ અસરકારક રીતે કામ કરે. (બી) સતામંડળનું વાર્ષિક બજેટ વાર્ષિક એકાઉન્ટ ઓડિટ રિપોટૅ એકશન પ્લાન અને વાર્ષિક રિપોટૅને મંજૂર કરવા (સી) ભરતીના નિયમો ગ્રહણ કરશે. સર્વિસ નિયમો ઓથોરીટીના નાણાંકીય નિયમો તેમજ બીજા નિયમનો વહિવટ કરવા માટે અને કાર્યક્રમ વિષયક સતાનો ઉપયોગ સંસ્થામાં વાપરવા કેન્દ્ર સરકારની પૂવૅ મંજૂરી સાથે અપનાવવા (ડી) બીજા કાયૅ કેન્દ્ર સરકાર જે તે સમયે કરશે. (૪) સંચાલન કમિટિ મહિનામાં એકવાર બેઠક કરવાની રહેશે. (૫) સતામંડળ પોતાના મુખ્ય મથકમાંથી તેમજ તેની પ્રાદેશિક કચેરીઓથી કાયૅ કરશે જે રીતે કાર્યોની આવશ્યકતા હશે તે મુજબ કાયૅ કરશે.