સતામંડળના ખાતા અને ઓડિટ - કલમ:૭૩

સતામંડળના ખાતા અને ઓડિટ

(૧) ઓથોરીટી યોગ્ય રીતે હિસાબો અને બીજા પ્રસ્તુત રેકડૅ અને વાર્ષિક એકાઉન્ટના સ્ટેટમેંટ એવી રીતે તૈયાર કરશે કે કોટ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડીયાની સલાહ મશવરા કરીને કેન્દ્ર સરકાર નકકી કરશે. (૨) કોમ્પટ્રોલર અને ઓડિટર જનરલ તેઓએ નિયત કયૅ । મુજબના સમયાંતરે એકાઉન્ટસ ઓથોરીટીના હિસાબો ઓડિટ કરશે. સમય નકકી કરશે ઓડિટ સાથે જે ખચૅ થયો હોય તે ઓથોરીટી ભરશે તે ખચૅ કોમ્પટ્રોલર જનરલને તેમના મારફતે આપશે. (૩) કોમ્પટ્રોલર અને ઓડિટર જનરલ તથા આ આધિનિયમ હેઠળ ખાતાઓના ઓડિટ સંદભૅ તેઓ દ્રારા નિમાયેલ અન્ય વ્યકિતને પણ સમાન અધિકારો તથા હકકો પ્રાપ્ત થશે. તેમજ સરકારી ખાતાઓના ઓડિટના સબંધમાં અધિકૃતિ પ્રાપ્ત થશે અને ખાસ કરીને તેઓને ચોપડા ખાતાઓ સબંધિત વાઉચરો તથા અન્ય દસ્તાવેજ તથા કાગળો માંગવાનો અધિકાર રહેશે તેમજ સતામંડળની કોઇપણ કચેરીનું નિરીક્ષણ કરવાના અધિકાર રહેશે (૪) સતામંડળના ખાતાઓ કોમ્પટ્રોલર તથા ઓડિટર જનરલ કે અન્ય કોઇ વ્યકિત તેના વતી નિમણૂંક થયેલ હોય તો તેવા અહેવાલ સહિત વાષિક રિપોટૅ કેન્દ્ર સરકાર તરફ મોકલશે. (૫) કેન્દ્ર સરકાર આવા ઓડિટ થયેલ રીપોટૅ સંસદ દરેક ગૃહોના સમક્ષ મૂકાય તેની ગોઠવણ કરવાની રહેશે.