બાળકને નોકરી આપીને ભીક્ષા મંગાવવી. - કલમ:૭૬

બાળકને નોકરી આપીને ભીક્ષા મંગાવવી.

(૧) જે કોઇ માલિક બાળકને ભીખ માંગવા માટે નોકરીએ રાખવા માટે બાળકનો ઉપયોગ કરે તો ગુનો બને છે અને સજા (( પાંચ વષૅ સુધી વિસ્તરે તેવી અને રૂપિયા એક લાખનો દંડ થાય તેવી થશે. )) જોગવાઇ કરવામાં આવી છે કે જો કે ભીખ માંગવાના હેતુ વ્યકિત બાળકના અંગો કાપી નાખે કે અંગચ્છેદન કરે તો(( સાત વષૅથી ઓછી ના હોય અને દસ વષૅ સુધી કેદની સજા તથા પાંચ લાખ રૂપિયા દંડને પાત્ર થશે. ))(૨) જે કોઇનો બાળક ઉપર ખરેખર ચાજૅ બાળક ઉપર કન્ટ્રોલ હોય તે ગુનામાં મદદગારી કરે છે. પેટા કલમ (૧) હેઠળના ગુના આચરવામાં મદદગારી કરશે તો તેઓ પેટા કલમ (૧) માં જણાવેલ તમામ સજાને પાત્ર ઠરશે અને તેવી વ્યકિત કલમ ૨ ના ખંડ (૧૪) ના પેટા ખંડ (૫) હેઠળ અયોગ્ય માની લેવાના રહેશે. જોગવાઇ કરવામાં આવી છે કે પેટા કલમ (૧) હેઠળ આવો વ્યકિત અયોગ્ય માન્યો કલમ ૨ ના ખંડ (૧૪) ના પેટા ખંડ (૫) ના હેઠળ મનાશે. જોગવાઇ કરવામાં આવી છે કે બાળક બાળક તરીકે વિચારવામાં જયારે કે તે કાયદા સામે સંઘષીત હોય તેવા સંજોગોમાં હોય ત્યારે મા બાપના ચાર્જમાંથી અંકુશમાંથી કે કસ્ટડીમાંથી ખસેડી લઇને અને કમિટિ સમક્ષ યોગ્ય પુનઃવૅસન માટે કમિટિ સમક્ષ લવાશે.