શારીરિક સજા
(૧) કોઇ સંસ્થાનો ઇન્ચાર્જ કે કમૅચારી બાળકની કાળજી અને રક્ષણ માટેની ફરજમાં છે તે બાળકના શિસ્તબધ્ધ કરવા માટે શારીરિક સજા કરે તો પ્રથમ અટકાયત વખતે દશ હજાર રૂપિયાનો દંડ અને પછીના ગુના માટે ત્રણ માસની વધુ કેદની સજા અને દંડ કે બંન્ને થશે. (૨) પેટા કલમ (૧) હેઠળ વ્યકિત સંસ્થામાં નોકરી કરતો હોય અને ગુનો કરે તો વ્યકિત નોકરીમાંથી બરતરફને પાત્ર થશે. કામગીરીથી બારોબાર સીધે સીધા ત્યાં કામ કરતા હોય ત્યાંથી બહાર કાઢાશે. (૩) જયાં કોઇ શારીરિક સજા કરાઇ છે તેવો અહેવાલ મળે ત્યારે સંસ્થા સામે તપાસ અંગે પેટા કલમ (૧) ને અનુસરશે. અને મેનેજમેન્ટ જો સહકાર ન આપે તો ઓડૅરને અનુસરે નહિ તો કોટૅ કમિટિ બોડૅ કે સરકારના હુકમને માને નહિ તો વ્યકિત સંસ્થાના વહીવટ પ્રભારીને સજાને પાત્ર થશે. ત્રણ વષૅથી ઓછી નહિ તેવી સજા અને એક લાખ રૂપિયાનો દંડ થશે.
Copyright©2023 - HelpLaw