ગુનાનું પૃથ્થકરણ અને નિયુકત કરેલ અદાલત - કલમ:૮૬

ગુનાનું પૃથ્થકરણ અને નિયુકત કરેલ અદાલત

(૧) જયારે આ કાયદા હેઠળ સાત વષૅથી વધુ સજાની સંજ્ઞા વપરાતી હોય ત્યારે આવો ગુનો કોગ્નીઝેબલ નોન બેલેબલ અને બાળ અદાલત દ્રારા સાંભળી શકાય તેવો રહેશે. (૨) જયારે આ કાયદા હેઠળ ત્રણ વષૅથી વધુ પરંતુ સાત વષૅથી ઓછી કેદની સજાને પાત્ર ગુનો આચરવામાં આવેલ હોય તો તેવો ગુનો કોગ્નીઝેબલ નોનબેલેબલ અને અથવા ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટ દ્રારા સાંભળી શકાય તેવો રહેશે. (૩) જયારે આ કાયદા હેઠળ ત્રણ વષૅથી ઓછી કેદની સજા અથવા માત્ર દંડની સજાને પાત્ર ગુનો આચરવામાં આવેલ હોય ત્યારે તેવો ગુનો નોન કોગ્નીઝેબલ બેલેબલ તેમજ કોઇપણ મેજીસ્ટ્રેટ દ્રારા સાંભળી શકાય તેવો રહેશે.