બાળકને હાજરીમાંથી મુકિત આપવા અંગે - કલમ:૯૧

બાળકને હાજરીમાંથી મુકિત આપવા અંગે

(૧) જો કે તપાસના કોઇપણ તબકકે કમિટિ કે બોડૅ એવી રીતે સંતોષ માને કે તપાસના હેતુ માટે બાળકની હાજરીની જરૂરીયાત નથી તો બોર્ડે કે કમિટિ બાળકની હાજરી વિના મયૅાદિત હેતુ માટે નિવેદન નોંધવા પૂરતી મયૅાદિત કરશે અને પછીની તપાસ માટે અને કમિટિ કે બોડૅ બાળકની હાજરી વિના પણ હુકમ કરશે. (૨) જયારે બાળકની હાજરીની જરૂરીયાત બોડૅ કે કમિટિ સમક્ષ ઉપસ્થિત રહેવા માટે હોય ત્યારે બાળક મુસાફરી માટે અને તેની સાથે આવનાર અને પોતાના માટે પ્રવાસનું ખચૅ જેમ કેસ હોય તેમ બોડૅ કે કમિટિ કે જીલ્લા બાળ રક્ષણ એકમમાં જવા માટે ખરેખર ખચૅ થયેલ રકમ મેળવી શકશે.