જીણૅ રોગથી પીડાતો બાળકને દાકતરી સારવાર અંગે માન્ય સ્થળે મોકલશે. - કલમ:૯૨

જીણૅ રોગથી પીડાતો બાળકને દાકતરી સારવાર અંગે માન્ય સ્થળે મોકલશે.

જયારે કમિટિ કે બોડૅ સમક્ષ બાળકને લાવવામાં આવે અને દેખાય કે બાળક કોઇ જીણૅ રોગની બીમારીથી પીડાઇ રહ્યો છે અને લાંબી દાકતરી સારવારની જરૂર છે તો શારીરિક કે માનસિક ફરિયાદને કમિટિ કે બોડૅ પ્રતિસાદ આપશે અને જેવો કેસ હોય તેમ બાળકને માન્ય સુવિધાના સ્થળે કેટલો સમય નકકી કરીને જેઓ વિચારે તેટલા સમય માટે જરૂરી સારવાર માટે મોકલશે.