ઉંમર નકકી કરવા માટે અને અનુમાન કરવા અંગે - કલમ:94

ઉંમર નકકી કરવા માટે અને અનુમાન કરવા અંગે

(૧) જયારે ખુલ્લી રીતે કમિટિ કે બોડૅને દેખાય કે વ્યકિત કાયદા મુજબ તેમની સમક્ષ ઉપસ્થિત કયૅ પ છે કહેવાતો વ્યકિત બાળક છે તો કમિટિ કે બોડૅ એ રીતે રેકડૅ બાળકની ઉંમર બાબતે પોતાનું અવલોકન કલમ ૧૪ હેઠળ અંદાજીત ઉંમર ની ઇન્કવાયરી માટે પ્રક્રિયા કરશે અથવા કલમ ૩૬ હેઠળ જેવો કેસ હોય તે મુજબ ઉંમર બાબતે વધુ બહાલી મેળવવાની રાહ જોવા વિના આગળ ચલાવશે. (૨) કમિટિ કે બોડૅને વ્યાજબી શંકા લાગે કે તેમની સમક્ષ ઉપસ્થિત કરવામાં આવેલ બાળક છે કે કેમ તો કમિટિ કે બોડૅ જેવા કેસ હોય તે મુજબ ઉંમર નકકી કરવા માટે પ્રક્રિયા હાથ ઉપર ધરશે અને પૂરાવો લેવા માટે તે મંગાવશે કે (૧) સ્કૂલનું જન્મ તારીખનું સર્ટિફિકેટ મંગાવશે અથવા મેટીકયુલેશન કે તેની સમકક્ષનું બોર્ડની પરીક્ષાને લગતું સર્ટિફીકેટ મંગાવશે આમ જે મેળવી શકાય હોય તે મેળવશે અને આવાની પુરાવાની ગેરહાજરીમાં (ર) મ્યુનિ સતાધિકારી કે કોર્પોરેશને કે પંચાયતે કાઢી આપેલ જન્મનું સર્ટીફિકેટ મંગાવશે. (૩) ઉપરોકત (૧) અને (૨) ની ગેરહાજરીમાં ઉંમર નકકી કરવા માટે બાળકના હાડકાનો ટેસ્ટ અથવા અન્ય કોઇ તાજેતરનો ઉંમર નકકી કરવાનો ટેસ્ટ હાથ ઉપર ધરવા માટે બોડૅ કે કમિટિ હુકમ કરશે જોગવાઇ કરવામાં આવી છે કે કમિટિ કે બોડૅ દ્રારા આદેશ કરાયેલ ટેસ્ટ હુકમ કયાની પંદર દિવસની અંદર પૂણૅ કરવામાં આવશે. (૩) ઉંમર બાબત કમિટિ કે બોડૅ દ્રારા નોંધ કરવામાં આવે તે ઉંમર જે બોડૅ સમક્ષ લાવવામાં આ કાયદાના હેતુ માટે લાવેલ હોય તે આ કાયદાના હેતુ માટે સાચી ઉંમર ગણવામાં આવશે.