ભારતના જુદા જુદા ભાગોમાંથી બાળ ગૃહ ખાસ ગૃહ અને યોગ્ય સુવિધા અથવા યોગ્ય વ્યકિતઓ વચ્ચે બાળકની તબદિલી - કલમ:૯૬

ભારતના જુદા જુદા ભાગોમાંથી બાળ ગૃહ ખાસ ગૃહ અને યોગ્ય સુવિધા અથવા યોગ્ય વ્યકિતઓ વચ્ચે બાળકની તબદિલી

(૧) રાજય સરકાર જે તે સમાયાંતરે જેવો કેસ હોય તે રીતે આ કાયદામાં ગમે તે સમાવિષ્ટ હોય તો પણ બોડૅ કે કમિટિની ભલામણના આધારે બાળકના શ્રેષ્ઠ હિતમાં બાળકની બદલી અંગે તેમના ધ્યાનમાં રાખીને બાળકનું વતનના જીલ્લામાંનુ ગૃહ ખાસગૃહ યોગ્ય સુવિધા ધરાવતું ગૃહ કે યોગ્ય સુવિધા ધરાવતુ ખાસગૃહ અગાઉથી જે તે કમિટિ કે બોડૅને જાણ કરીને બાળકને સ્થળ બદલ કરવાનો હુકમ કરશે. જોગવાઇ કરવામાં આવી છે કે બાળકની બદલી કરવા માટે સરખા ગૃહ અને સુવિધા ગૃહ જે તે જીલ્લામાં હોય ત્યારે બાળકની બદલી બાબતે તે જીલ્લાની કમિટિ કે બોડૅ જે લાગુ પડતો હોય તે તેવો હુકમ પસાર કરવા માટે સક્ષમ છે. (૨) જયારે રાજય સરકાર બાળકની બદલીનો હુકમ રાજય બહારની સંસ્થામાં કરે ત્યારે સબંધિત રાજયની સાથે સલાહ લઇને કરશે. (૩) બાળ ગૃહમાં કે ખાસ ગૃહમાં બાળક રહ્યો હોય તે તેટલો સમય આવી બદલીથી વધારો કરવામાં આવશે નહિ. (૪) પેટા કલમ (૧) અને (૨) હેઠળ પસાર થયેલા હુકમો બાળકને જે તે વિસ્તારમાં મોકલવામાં આવેલ છે જે વિસ્તારના કમિટિ અથવા બોડૅ જે લાગુ પડતો હોય તે માટે અમલી ગણવાનો રહેશે.