સંસ્થામાં બાળકને મુકત કરવા બાબત - કલમ:૯૭

સંસ્થામાં બાળકને મુકત કરવા બાબત

(૧) બાળ ગૃહમાં કે ખાસગૃહમાં રખાયેલ બાળકને સામાજીક કાર્યને 1 કે પ્રોબેશન ઓફીસરના કે સરકારના સ્વૈચ્છિક કે બિન સરકારી સંસ્થાના જેવો કેસ હોય તે મુજબ રિપોર્ટ આવેથી કોઇ બાળકને કમિટિ કે બોડ છૂટા શતોને આધીન રહીને કે સંપૂર્ણ પણે જે કોઇ શરત હોય તે લાદીને આવા બાળકને તેના માં બાપ વાલી પાસે રહેવા નિરીક્ષણ તથા અધિકૃત વ્યકિતના સુપરવિઝનવાળા નામજોગ ઝુકમ કર્યંથી આવો વ્યક્તિ બાળકને તેના પુનઃવસન કે ધંધો કે હુન્નર શીખવાડવા તાલીમ આપવા ચાર્જમાં મૂકી શકશે. જોગવાઇ કરવામાં આવી છે કે આવો બાળક શરતે કે બીનશરતે આ કલમ હેઠળ કોઇના નિરીક્ષણ હેઠળ મૂકવામાં આવ્યો છે કે કલમ હેઠળ નિરીક્ષણ હેઠળ ધંધો હુન્નર વ્યવસાય શીખવા મૂકવામાં આવ્યો છે તે મુજબ શરતો પૂરી ન પાડે તો તેવા બાળક બોર્ડ કે કમિટિ જયારે જરૂરી લાગે ત્યારે આવશ્યક રીતે તેને સબંધિત બાળગૃહમાં પાછો બોલાવી શકે છે. (૨) જયારે બાળકને કામચલાઉ સમય માટે હાજર ન હોય અને તે માટે જરૂરી મંજૂરી કે સંમતિ જે તે સબંધિત ધંધો શીખવા પેટા કલમ (૧) હેઠળ આપી હોય તે સમયનો ભાગ બાળક બાળગૃહમાં કે સોશિયલ ગૃહમાં હાજર હતો તેમ ગણવામાં આવશે. જોગવાઇ કરવામાં આવી છે કે જયારે બાળક કાયદા સાથે સંઘષીત હોય ત્યારે બોડૅ દ્રારા નકકી કરેલ શરતો પેટા કલમ (૧) હેઠળ નિષ્ફળ જાય ત્યારે તેવા કિસ્સામાં જેટલા સમય માટે હજુ તેને સંસ્થામાં રાખવાને પાત્ર થતો હોય તે સમયને બોડૅ દ્રારા તેવી નિષ્ફળતાના કારણે બગડેલ સમય જેટલો વધારવાનો રહેશે.