તપાસમાં અપીલમાં રિવીઝનમાં કાયૅવાહીઓની પ્રક્રીયા - કલમ:૧૦૩

તપાસમાં અપીલમાં રિવીઝનમાં કાયૅવાહીઓની પ્રક્રીયા

(૧) આ અધિનિયમમાં સ્પષટ જોગવાઇ હોય તે અન્યથા કમિટિ અથવા બોડૅ આ અધિનિયમની કોઇપણ જોગવાઇ હેઠળ તપાસ હાથ ધરતી વખતે નિયત કરેલ પ્રક્રિયા અનુસરવાની રહેશે તથા શકય હોય ત્યાં સુધી સમન્સ કેસની ઇન્સાફી કાયૅવાહી માટે ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩ માં દૉવેલ પ્રક્રિયા હાથ ધરવાની રહેશે. (૨) આ અધિનિયમ દ્રારા અથવા હેઠળ કોઇ જોગવાઇ હોય તે અન્યથા આ અધિનિયમ હેઠળ અપીલ અથવા રીવીઝન સાંભળવામાં અનુસરવાની પ્રક્રિયા જયાં સુધી અનુકૂળ હોય ત્યાં સુધી ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩ ની જોગવાઇ મુજબ કરવાની રહેશે.