પોતાનોજ હુકમ સુધારવા બોડૅ કે કમિટિને સતા - કલમ:૧૦૪

પોતાનોજ હુકમ સુધારવા બોડૅ કે કમિટિને સતા

(૧) આ અધિનિયમમાં સમાયેલ અપલી તથા રીવીઝનની જોગવાઇઓને પૂવૅગ્રહ ન થાય તે રીતે કમિટિ અથવા બોડૅ આ સંદર્ભમાં મળેલ અરજી ઉપર કઇ સંસ્થામાં બાળકને મોકલવામાં આવે અથવા તો આ અધિનિયમ હેઠળ બાળકને કયાં વ્યકિતની કાળજી અથવા નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે તે સંદભૅમાં તેઓ દ્રારા કરવામાં આવેલ હુકમોમાં ફેરફાર કરી શકશે જોગવાઇ કરવામાં આવી છે કે સુનાવણી દરમ્યાન આવો ઓડૅર ઓછામાં ઓછા બે સભ્યોની હાજરીથી તેમાં એક પ્રિન્સીપાલ મેજીસ્ટ્રેટ અને ઓછામાં ઓછા ત્રણ કમિટિ મેમ્બર અને બધાજ સબંધિત વ્યકિતઓ કે અધિકૃત પ્રતિનિધિ તેમના બધાના લાગતા વળગતાના દૃષ્ટિબિંદુ સાંભળીને કમિટિ કે બોડૅ હુકમ કરશે જેવો કેસ હોય તે મુજબ સુધારો કરશે. (૨) કારકૂનની ભૂલ કમિટિ કે બોડૅનો ઓડૅર પસાર કરતાં ભૂલ કે કોઇ આકસ્મિક ભૂલચૂક ઊભી ઇ હોય તો કોઇપણ સમયે કમિટિ કે બોડૅ દ્રારા સુધારાશે. આમ જેવો કેસ હોય તે મુજબ પોતાની મેળે આ બાબતે અરજી મળ્યેથી સુધારી શકશે.