તરૂણ ન્યાયનો ભંડોળ - કલમ:૧૦૫

તરૂણ ન્યાયનો ભંડોળ

(૧) રાજય સરકાર નાણાંકીય ભંડોળ ઉભું કરશે. અને તેને યોગ્ય લાગે તેમ વિચારીને તેનું યોગ્ય નામ આપશે. આ કાયદાના કામ કરવા માટે બાળકના કલ્યાણ માટે પુનઃવૅસનના કાયૅ કરવા માટે કરશે. (૨) આ ભંડોળમાં સ્વૈચ્છિક દાન ફાળો લવાજમ જે કોઇ વ્યકિતગત કે સંસ્થાગત દાન કરે તે ફંડમાં જમા કરાશે. (૩) કાયદાની પેટા કલમ (૧) હેઠળ જે ભંડોળ ઉભું કરવામાં આવે તે રાજય સરકારના ખાતા દ્રારા કાયદા હેંઠળ વહિવટથી અમલ કરાશે. આમ કયાં હેતુથી કેવી રીતે વહિવટ કરવો તે નકકી કરીને ઠરાવશે.