બાળ કલ્યાણ પોલીસ ઓફીસર અને ખાસ બાળ પોલીસ એકમ - કલમ:૧૦૭

બાળ કલ્યાણ પોલીસ ઓફીસર અને ખાસ બાળ પોલીસ એકમ

(૧) દરેક પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછા એક ઓફીસર આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરની રેન્કથી નીચેના ન હોય તેવા વલણ ધરાવતા હોય તેવા યોગ્ય તાલીમ પામેલા બાળ કલ્યાણ પોલીસ અધિકારીને નિયુકત કરવા જોઇએ. બાળ કલ્યાણ પોલીસ અધિકારી ખાસ આગવી રીતે બાળકનો કેસ હાથમાં લેશે પીડિત કે કાયમી અન્યાય કરનારની સાથે સંકલન સાધીને પોલીસ સ્વૈચ્છિક અને બિન સરકારી સંસ્થા પાસે સંકલન સાધીને સારી રીતે કામ પાર પાડી શકશે. (૨) બાળકને સબંધિત પોલીસના કાર્યોનુ સંકલન કરવા માટે રાજય સરકાર ખાસ બાળ પોલીસ એકમો દરેક જીલ્લા તથા શહેરમાં નાયબ પોલીસ અધિક્ષકથી નીચેના હોદ્દાનો ન હોય તથા તેની ઉપરનો હોદ્દો ધરાવતા પોલીસ અધિકારીના નેતૃત્વ હેઠળ આ કાયદાની પેટા કલમ (૧) હેઠળ બધા જ પોલીસ ઓફીસરની નિયુકતિ અને બે સામાજીક કાયૅકર આ ક્ષેત્રનો અનુભવી હોય તેવા બાળકોના રક્ષણ દરકાર કાળજી લેનારમાં એક સ્ત્રી હોય તેવા મેમ્બર દ્રારા સંકલન કરાશે. (૩) ખાસ બાળ પોલીસ એકમ બધાજ પોલીસ ઓફીસર દ્રારા બનેલ હોય તેને ખાસ તાલીમ દાખલ કરતાં પહેલા આપીને ચાઇલ્ડ વેલ્ફેર ઓફીસર તરીકે બધા જ કાર્યો બજાવવા વધુમાં વધુ અસરકારક રીતે શકિતમાન બને તે રીતે કરવા તેવાને દાખલ કરાશે. (૪) ખાસ બાળ પોલીસ એકમમાં રેલ્વે પોલીસનો સમાવિષ્ટ જે બાળકોના કલ્યાણમાં કામ કરતો હોય તેનો સમાવેશ થાય છે.