અધિનિયમનું નામ અને તેના અમલનો વિસ્તાર
(૧) આ અધિનિયમ ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ કહેવાશે.
(૨) તે કેન્દ્ર સરકાર રાજપત્રમાં જાહેરનામાથી નકકી કરે તેવી તારીખે અમલમાં આવશે અને સંહિતાની જુદી જુદી જોગવાઇઓ માટે જુદી જુદી તારીખો નકકી કરી શકાશે
(૩) આ સંહિતાની જોગવાઇઓ વિરૂધ્ધના દરેક કૃત્ય અથવા કાયૅલોપ માટે ભારતમાં દોષિત ઠરે તે દરેક વ્યકિત આ સંહિતા હેઠળ શિક્ષાને પાત્ર થશે અને બીજી રીતે નહી.
(૪) ભારત બહાર કરેલા ગુના માટે જે તે સમયે ભારતમાં અમલમાં હોય તેવા કોઇ કાયદા મુજબ જેની સામે ઇન્સાફી કાયૅવાહી કરી શકાય તે દરેક વ્યકિત સામે ભારત બહાર કરેલા કોઇ કૃત્ય માટે તે ભારતમાં કરવામાં આવ્યું હોય તેમ આ સંહિતાની જોગવાઇઓ અનુસાર કાયૅવાહી કરવામાં આવશે.
(૫) આ સંહિતાની જોગવાઇઓ નીચેની વ્યકિતએ કરેલા કોઇ ગુનાને પણ લાગુ પડશે,
(એ) ભારત પાર અને ભારત બહારના કોઇ સ્થળે ભારતના કોઇપણ નાગરિકે
(બી) ભારતમાં નોંધાયેલું કોઇ વહાણ અથવા વિમાન ગમે ત્યાં હોય તો પણ તેના ઉપર કોઇ વ્યકિતએ,
(સી) ભારત પાર અને ભારત બહારના કોઇ સ્થળેથી ભારતમાં આવેલા કોમ્પ્યુટર સાધનને લક્ષ્ય બનાવી ગુનો કરતી કોઇ વ્યકિતએ કરેલા કોઇ ગુનાને પણ લાગુ પડે છે. સ્પષ્ટીકરણઃ- આ કલમમાં ગુનો એ શબ્દમાં જે કૃત્ય ભારતમાં કર્યુ હોત અને આ સંહિતા હેઠળ શિક્ષાને પાત્ર થાત તેવા ભારત બહાર કરેલા દરેક કૃતયનો સમાવેશ થાય छे.
(૬) ભારત સરકારની નોકરીમાં હોય તેવા અધિકારીઓ, સૈનિકો, નાવિકો અથવા વિમાનીઓ બંડ કરે અને ફરજ છોડી નાસી જાય તે માટે તેમને શિક્ષા કરવા માટે કરેલા કોઇ અધિનિયમની અથવા કોઇ ખાસ અથવા સ્થાનિક કાયદાની જોગવાઇઓને આ સંહિતાના કોઇપણ મજકૂરથી અસર થશે નહી.
Copyright©2023 - HelpLaw