વ્યાખ્યાઓ
આ સંહિતામાં સંદભૅથી અન્યથા અપેક્ષિત ન હોય તો
(૧) કૃત્ય શબ્દ જેમ કોઇ એક જ કૃત્યનો નિર્દેશ કરે છે તેમ અનેક કૃત્યોનો પણ નિર્દેશ કરે છે.
(૨) પશુ પશુ એ શબ્દ માણસ સિવાયના કોઇપણ જીવંત પ્રાણીનો નિર્દેશ કરે છે.
(૩) બાળક બાળક એટલે અઢાર વષૅની નીચેની ઉંમરની કોઇ વ્યકિત.
(૪) ખોટી બનાવટ કરવા બાબત - બે વસ્તુના મળતાપણાથી છેતરપીંડી કરવાના ઇરાદાથી અથવા એનાથી છેતરપીંડી થવાનો સંભવ છે એવું જાણવા છતાં કોઇ વ્યકિત એક વસ્તુને બીજી વસ્તુ સાથે મળતી આવે તેમ કરે ત્યારે તેણે ખોટી બનાવટ કરી કહેવાય
સ્પષ્ટીકરણ-૧. ખોટી બનાવટકરવામાં નકલ આબેહુબ હોવી જોઇએ એ આવશ્યક નથી.
સ્પષ્ટીકરણ-૨. કોઇ વ્યકિત એક વસ્તુને બીજી વસ્તુ સાથે મળતી આવે તેમ કરે અને તે મળતાપણું એવું હોય કે એનાથી કોઇ વ્યકિત છેતરાય ત્યારે એથી વિરૂધ્ધનું સાબિત ન થાય ત્યાં સુધી માની લેવું જોઇશે કે એ રીતે એક વસ્તુને બીજી વસ્તુ સાથે મળતી આવે એમ કરનારી આકૃતિનો ઇરાદો તે મળતાપણાનો લાભ લઇ છેતરપીંડી કરવાનો હતો અથવા એનાથી છેતરપીંડી થવાનો સંભવ હોવાનુ તે જાણતી હતી.
(૫) ન્યાયાલય (અદાલાત) ન્યાયાલય શબ્દ જે ન્યાયાધીશને એકલાને જ ન્યાયિક રીતે કામ કરવાની કાયદાથી સતા આપવામાં આવી હોય અને તે ન્યાયિક રીતે કાયૅ કરતા હોય ત્યારે તે ન્યાયાધીશનો અથવા જે ન્યાયાધીશ મંડળને ન્યાયિક રીતે કામ કરવાની કાયદાથી સતા આપવામાં આવી હોય અને તે ન્યાયિક રીતે કા કરતું હોય ત્યારે તે ન્યાયાધીશ મંડળનો નિર્દેશ કરે છે.
(૬) સંદભૅથી કંઇ વિરૂધ્ધનું જણાતું ન હોય તો મૃત્યુ એ શબ્દ માનવીના મૃત્યુનું નિર્દેશ કરે છે.
(૭) બદદાનતથી - જે કોઇ વ્યકિત એક વ્યકિતને ગેરકાયદે લાભ કરવાના અથવા બીજી વ્યકિતને ગેરકાયદે નુકશાન કરવાના ઇરાદાથી કંઇ પણ (કૃત્ય) કરે તેણે તે કૃત્ય બદદાનતથી કર્યું કહેવાય.
(૮) દસ્તાવેજ - દસ્તાવેજ શબ્દ કોઇ બાબતના પુરાવા તરીકે વાપરવા ધારેલા કે વાપરી શકાય તેવા અક્ષરો અંકો કે નિશાનીઓ વડે અથવા તે પૈકી એક થી વધુ સાધનો વડે કોઇ પદાથૅ ઉપર વ્યકત કરેલી કે વણૅવેલી બાબતનો અને તેમા ઇલેકટ્રોનિક અને ડિજીટલ રેકડૅનો સમાવેશ થાય છે તેનો નિર્દેશ કરે છે.
સ્પષ્ટીકરણ-૧. કયાં સાધનો વડે અથવા કયા પદાથૅ ઉપર તે અક્ષરો અંકો કે નિશાનીઓ કરવામાં આવ્યા છે એ બાબત અથવા તે પુરાવો ન્યાયાલયમાં આપવાનો ઇરાદો હોય કે તેમાં ઉપયોગ કરી શકાય તેમ હોય કે નહીં એ બાબત મહત્વની નથી.
ઉદાહરણ.-
(એ) કોઇ કરારના પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય એવું તે કરારની વિગતો વ્યકત કરતું લખાણ દસ્તાવેજ છે
(બી) કોઇ બેંન્કર ઉપરનો ચેક દસ્તાવેજ છે.
(સી) કોઇ મુખત્યારનામું દસ્તાવેજ છે.
(ડી) પુરાવા તરીકે ઉપયોગમાં લેવા ધારેલો અથવા લઇ શકાય તેમ હોય તેવો નકશો કે પ્લાન દસ્તાવેજ છે.
(ઇ) આદેશો અથવા સુચનાઓવાળુ લખાણ દસ્તાવેજ છે.
સ્પષ્ટીકરણ-૨. વ્યાપારી કે અન્ય પ્રથાથી જેનો ખુલાસો થતો હોય તેવા અક્ષરો અંકો કે નિશાનીઓ વડે જે કાંઇ વ્યકત થયું હોય તે આ કલમના અર્થે મુજબ એવા અક્ષરો અંકો કે નિશાનીઓ વડે વ્યકત થયું છે એમ ગણાશે પછી ભલે તે વસ્તુત વ્યકત થયુ ન હોય
(૯) છેતરપીંડી (કપટપૂવૅક)-છેતરપીંડી (કપટ) કરવાના ઇરાદાથી પણ અન્યથા ન હોય તેવું કોઇ વ્યકિત કંઇ કૃત્ય કરે તો તેણે તે કૃત્ય કપટપુવૅક (છેતરપીંડી) કર્યું કહેવાય અન્યથા નહિ.
(૧૦) જાતિ-પુલ્લીંગ વાચક શબ્દ સવૅનામ તે અને તેના સાધિત રૂપો કોઇપણ વ્યકિત પછી તે નર નારી કે ઉભયલિંગી હોય તેના માટે વાપરવામાં આવ્યા છે.
સ્પષ્ટીકરણ- ઉભયલીંગી નો ઉભયલીંગી વ્યકિત (અધિકારોનું સંરક્ષણ) અધિનીયમ ૨૦૧૯ (સન ૨૦૧૯ નો ૪૦મો) ની કલમ-૨ ના ખંડ (કે) માં તેનો જે અર્થે કરવામાં આવ્યો છે તે જ અથૅ થશે.
(૧૧) શુધ્ધબુધ્ધિ-યોગ્ય કાળજી અને ધ્યાન રાખ્યા સિવાય કરેલી કે માનેલી બાબત શુધ્ધબુધ્ધિથી કરી કે માની હોવાનુ કહેવાય નહી.
(૧૨) સરકાર એ શબ્દ કેન્દ્ર સરકાર અથવા કોઇ રાજયની સરકારનો નિર્દેશ કરે છે.
(૧૩) આશ્રય આપવા બાબત.- કોઇ વ્યકિતને આશ્રય ખોરાક, પાણી, નાણાં, કપડા, હથિયારો, દારૂગોળો અથવા વાહન પુરૂ પાડાવાનો અથવા કોઇ પણ રીતે કોઇ વ્યકિતને મદદ કરવાનો, પછી તે આ ખંડમાં જણાવેલ હોય તે જ પ્રકારની હોય કે ન હોય, ધરપકડ ટાળવા માટેનો સમાવેશ થાય છે.
(૧૪) ઇજા.- ઇજા એ શબ્દ કોઇ વ્યકિતના શરીરને મનને પ્રતિષ્ઠા કે મિલકતને ગેરકાયદેસર રીતે પહોચાડેલી કોઇપણ હાનિનો નિર્દેશ કરે છે.
(૧૫) ગેરકાયદેસર કાયદેસર રીતે કરવા માટે બંધાયેલા- ગેરકાયદેસર એ શબ્દ જે કૃત્યનો ગુનો હોય અથવા જે કૃત્યની કાયદાથી મનાઇ કરવામાં આવી હોય અથવા જે કૃત્યથી દીવાની રાહે પગલું ભરવાને કારણ મળતુ હોય તેવા દરેક કૃત્યને લાગુ પડે છે જે કૃત્ય ન કરવું કોઇ વ્યકિત માટે ગેરકાયદેસર હોય તે કરવા માટે તે કાયદેસર બંધાયેલી છે એમ કહેવાય.
(૧૬) ન્યાયધીશ શબ્દ ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાવતી દરેક વ્યકિતનો નિર્દેશ કરે છે.
(૧) કોઇ કાયદેસરની દીવાની કે ફોજદારી કાયૅવાહીમાં અંતિમ ફેંસલો આપવાની અથવા જેના વિરૂધ્ધ અપીલ કરવામાં ન આવે તો અંતિમ ગણાય એવો ફેંસલો આપવાની અથવા જેને કોઇ બીજા સતાધિકારી બહાલ રાખે તો અંતિમ ગણાય એવો ફેંસલો આપવાની કાયદાથી જેને સતા આપવામાં આવી હોય એવી દરેક વ્યકિતનો અથવા (૨) વ્યકિતઓના બનેલા જે મંડળને એવો ફેંસલો આપવાની કાયદાથી સતા આપવામાં આવી હોય તેવા મંડળનો સભ્ય હોય તેવી દરેક વ્યકિતનો નિર્દેશ કરે છે.
(૧૭) જીવન-સંદભૅથી કંઇ વિરૂધ્ધનો ઇરાદો જણાતો ન હોય તો જીવન એ શબ્દ માનવીના જીવનનો નિર્દેશ કરે છે.
(૧૮) સ્થાનિક કાયદો-સ્થાનિક કાયદો એ ભારતના અમુક ભાગને જ લાગુ પડતો કાયદો છે.
(૧૯) પુરૂષ-પુરૂષ શબ્દ ગમે તે વયના માનવ નરનો નિર્દેશ કરે છે.
(૨૦) વષૅ અને મહિનો-વષૅ અથવા મહિના એ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હોય ત્યાં તે વષૅ અથવા મહિનો જોજિયન કૅલેન્ડરને અનુસરીને ગણવાના છે એમ સમજવાનું છે.
(૨૧) જંગમ મિલકત.- જંગમ મિલકત એ શબ્દમાં જમીન અને જમીન સાથે જોડાયેલી વસ્તુઓ અથવા જમીન સાથે જોડાયેલી કોઇ વસ્તુ સાથે કાયમ માટે જકડી લીધેલી વસ્તુઓ સિવાયની દરેક પ્રકારની મિલકતનો સમાવેશ થાય છે.
(૨૨) સંખ્યા.-સંખ્યા સંદભૅથી વિરૂધ્ધ જણાય છે તે સિવાય એકવચન સંખ્યાનો અથૅ સૂચવતા શબ્દોમાં બહુવચન સંખ્યાનો સમાવેશ થાય છે અને બહુવચન સંખ્યાનો અથૅ સૂચવાતા શબ્દોમાં એકવચન સંખયાનો સમાવેશ થાય છે.
(૨૩) સોગંદ.- સોગંદ એ શબ્દમાં સોગંદનાં બદલે કાયદાથી ગંભીરતાપૂવૅક લેવાની પ્રતિજ્ઞાનો અને કોઇ રાજયસેવક સમક્ષ જે કરવાનું કાયદા મુજબ આવશ્યક હોય કે કાયદાથી અધિકૃત કરેલું હોય તેવા અથવા કોઇ ન્યાયાલયમાં કે તેની બહાર સાબિતી માટે ઉપયોગમાં લેવાના એકરારનો સમાવેશ થાય છે.
(૨૪) ગુનો.-પેટા ખંડો (એ) અને (બી) માં જણાવેલ પ્રકરણો અને કલમોમાં હોય તે સિવાય ગુનો એ શબ્દ આ સંહિતાની શિક્ષાપાત્ર ઠરાવેલા કૃત્યનો નિર્દેશ કરે છે પરંતુ (એ) પ્રકરણ ૩માં અને નીચેની કલમોમાં કલમ ૮ની પેટા કલમ (૨) (૩) (૪) અને (૫) કલમો ૯, ૪૯, ૫૦, ૫૨, ૫૪, ૫૫, ૫૬, ૫૭, ૫૮, ૫૯, ૬૦, ૬૧, ૧૧૯, ૧૨૦, ૧૨૩, કલમ ૧૨૭ ની પેટા કલમો (૭) અને (૮) ૨૨૨, ૨૩૦, ૨૩૧, ૨૪૦, ૨૪૮, ૨૫૦, ૨૫૧, ૨૫૯, ૨૬૦, ૨૬૧, ૨૬૨, ૨૬૩, કલમ ૩૦૮ ની પેટા કલમો (૬)
અને (૭) અને કલમ ૩૩૦ ની પેટા કલમ (૨) માં ગુનો એટલે આ સંહિતા હેઠળ અથવા કોઇ ખાસ કાયદા અથવા સ્થાનિક કાયદા હેઠળ શિક્ષાપાત્ર કૃત્ય અને
(બી) કલમ ૧૮૯ની પેટા કલમ (૧) કલમો ૨૧૧, ૨૧૨, ૨૩૮, ૨૩૯, ૨૪૯, ૨૫૩ અને કલમ ૩૨૯ની પેટા કલમ (૧) માં જયારે ખાસ કાયદા અથવા સ્થાનિક કાયદા હેઠળ શિક્ષાને પાત્ર કૃત્ય, દંડ સાથે દંડ વિના છ મહિના કે તેથી વધુની કેદની સજાને પાત્ર હોય ત્યારે ગુનો એ શબ્દનો એ જ અથૅ કરવામાં આવશે.
(૨૫) કાયૅલોપ એટલે એક જ કાયૅલોપ તરીકે કાયૅલોપની હારમાળા
(૨૬) વ્યકિત શબ્દમાં સંસ્થાપીત હોય કે ન હોય એવી કોઇ કંપની અથવા એસોસિયેશન અથવા વ્યકિતઓનાં મંડળનો સમાવેશ થાય છે.
(૨૭) લોકો શબ્દમાં લોકોના કોઇ વગૅનો અથવા કોઇ કોમનો સમાવેશ થાય છે.
(૨૮) રાજય સેવક એ શબ્દો નીચેના વર્ણનમાં આવી જતી વ્યકિતઓનો નિર્દેશ કરે છે.
(એ) ભારતના ભુમિદળ, નૌકાદળ અથવા હવાઇ દળના દરેક કમિશન ધરાવતા અધિકારી
(બી) જાતે અથવા અમુક વ્યકિતઓના મંડળના સભ્ય તરીકે ન્યાય નિર્ણય કરવાનું કોઇ કાયૅ બજાવવાની કાયદાથી સતા હોય એવી વ્યકિત સહિત દરેક ન્યાયધીશ
(સી) ન્યાયાલયના અધિકારી તરીકે ફરજ કાયદા કે હકીકતની કોઇ બાબત વિશે અન્વેષણ કરવાની કે રીપોટૅ કરવાની અથવા કોઇ દસ્તાવેજ કરવાની તેને પ્રમાણિત કરવાની કે તેને રાખવાની અથવા કોઇ મિલકત પોતાને હવાલે લેવાની કે તેનો નિકાલ કરવાની અથવા કઇ ન્યાયિક કાયૅવાહી હુકમનો અમલ કરવાની અથવા શપથ લેવરાવવાની અથવા અર્થઘટન કરવાની અથવા ન્યાયાલયમાં વ્યવસ્થા જાળવવાની હોય તેવા ફડચા અધિકારી પ્રાપ્તકર્તા અથવા કમિશનર સહિતના કોટૅના દરેક અધિકારી અને એવી કોઇ ફરજ બજાવવા જેને ન્યાયાલયે ખાસ કરી અધિકાર આપેલો હોય તેવી દરેક વ્યકિત
(ડી) કોઇ ન્યાયાલય અથવા રાજય સેવકને મદદ કરનાર દરેક જયુરી-સભ્ય એસેસર અથવા પંચાયતના સભ્ય
(ઇ) કોઇ ન્યાયાલયે અથવા બીજા કોઇ કાયદેસર સતા ધરાવતા જાહેર અધિકારીએ જેને કોઇ દાવો કે બાબત નિણૅયાથૅ કે તે વિષે રિપોર્ટ કરવા માટે મોકલ્યો હોય તેવા દરેક લવાદ કે અન્ય વ્યકિત
(એફ) કોઇ વ્યકિતને અટકાયતમાં લેવા કે રાખવાની જે હોદ્દાની રૂએ પોતાને સતા મળી હોય તેવો હોદ્દો ધરાવતી દરેક વ્યકિત
(જી) ગુના થતા અટકાવવાની ગુનાની માહિતી આપવાની ગુનેગારોને ઇન્સાફ માટે ખડા કરવાની અથવા જાહેર આરોગ્ય સલામતી કે સગવડતાનું રક્ષણ કરવાની એક સરકારી અધિકારી તરીકે જેની ફરજ હોય તેવા દરેક સરકારી અધિકારી
(એચ) સરકાર વતી કોઇ મિલકત લેવાની પ્રાપ્ત કરવાની રાખવાની કે વાપરવાની અથવા સરકાર વતી કોઇ મોજણી આકારણી કે કરાર કરવાની અથવા કોઇ મહેસુલી કાયૅવાહી હુકમનો અમલ કરવાની અથવા સરકારના નાણાકીય હિતને અસર કરતી કોઇ બાબતની તપાસ કરવાની કે તે વિષે રિપોર્ટ કરવાની અથવા સરકારના નાણાકીય હિત સબંધી કોઇ દસ્તાવેજ કરવાની તેને પ્રમાણિત કરવાની કે તે રાખવાની અથવા સરકારી નાણાકીય હિતોના રક્ષણ માટે કોઇ કાયદાનો ભંગ થતો અટકાવવાની એક અધિકારી તરીકે જેને ફરજ હોય તેવા દરેક અધિકારી
(આઇ) કોઇ મિલકત લેવાની પ્રાપ્ત કરવાની રાખવાની કે વાપરવાની કોઈ મોજણી કે આકારણી કરવાની અથવા કોઇ ગામ શહેર કે જિલ્લાના સમાન બિન સાંપ્રદાયિક હેતુ માટે કોઇ વેરો કે કર નાંખવાની અથવા કોઇ ગામ શહેર કે જિલ્લાના લોકોના હકો નિશ્ર્વિત કરવા માટે દસ્તાવેજ કરવા તેને પ્રમાણિત કરવા કે રાખવાની એક અધિકારી તરીકે જેની ફરજ હોય તેવા દરેક અધિકારી
(જે) કોઇ મતદાર યાદી તૈયાર કરવાની પ્રસિધ્ધ કરવાની જાળવવાની કે તેને સુધારવાની અથવા કોઇ ચુંટણી કે ચુંટણીના કોઇ ભાગનું સંચાલન કરવાની સતા મળી હોય તેવો હોદ્દો ધરાવતી દરેક વ્યકિત
(કે) (૧) સરકારની નોકરીમાં હોય કે તેની પગરદાર હોય અથવા જાહેર ફરજ બજાવવા માટે જેને ફી અથવા કમિશન રૂપે સરકાર મહેનતાણું આપતી હોય તે દરેક વ્યકિત (૨) સામાન્ય કલમ અધિનિયમ ૧૮૯૭ની કલમ ૩ના ખંડ (૩૧)માં વ્યાખ્યાયિત કયૅવા મુજબ કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૨-ના ખંડ (૪૫) માં વ્યાખ્યાયિત કર્યું ગ મુજબ કેન્દ્ર અથવા રાજય અધિનિયમ અથવા સરકારી કંપની દ્રારા અથવા તે હેઠળ સ્થાપિત કોર્પારેશનની નોકરીમાં અથવા પગરદાર હોય તે વ્યકિત
સ્પષ્ટીકરણ:-
(એ) ઉપરના વણૅનોમાં આવી જતી વ્યકિતઓ તેમને સરકારે નીમી હોય કે ન હોય તો પણ તેઓ રાજય સેવક છે.
(બી) રાજય સેવક એવો શબ્દો જયાં જયાં આવતા હોય ત્યાં ત્યાં રાજય સેવકનો હોદ્દો ખરેખર ધરાવતી વ્યકિત માટે તે વપરાયા છે એમ સમજવું પછી ભલે તે હોદ્દો ધરાવવાના તેના હકકમાં કાયદાની દ્રષ્ટિએ કોઇપણ ખામી હોય
(સી) ચુંટણી એ શબ્દ જેને માટે ચુંટણી દ્રારા પસંદગી કરવાની પધ્ધતિ કોઇ કાયદાથી કે તે હેઠળ ઠરાવી હોય તેવી કોઇપણ પ્રકારની વિધાનસભાના નગરપાલિકાના કે બીજા જાહેર સતામંડળના સભ્યોની પસંદગી માટેની ચુંટણીનો નિર્દેશ કરે છે.
ઉદાહરણઃ- મ્યુનિસિપલ કમિશ્નર રાજય સેવક છે.
(૨૯) માનવાને કારણે-કોઇ વ્યકિતને કોઇ વાત માનવાનું પુરતુ કારણ હોય તો તેને તે વાત માનવાને કારણ છે એમ કહેવાય અન્યથા નહિ.
(૩૦) ખાસ કાયદો એ અમુક બાબતોને લાગુ પડતો કાયદો છે.
(૩૧) કીમતી જામીનગીરી.- એ શબ્દો દસ્તાવેજથી કોઇ કાયદેસર હકક ઉત્પન્ન થતો હોય વિસ્તૃત થતો હોય તબદીલ થતો હોય મયૅ શદિત થતો હોય નષ્ટ થતો હોય કે તે કરવામાં આવતો હોય અથવા જેનાથી કોઇ વ્યકિત પોતાની કાયદેસર જવાબદારી હોવાનું કે પોતાને અમુક કાયદેસર હકક ન હોવાનું સ્વીકારતી હોય એવા દસ્તાવેજનો અથવા એવા દસ્તાવેજ હોવાનું અભિપ્રેત હોય તે દસ્તાવેજનો નિર્દેશ કરે છે.
(૩૨) વહાણ.- વહાણ એ શબ્દ માણસોને અને માલને જળ માગૅ લાવવા લઇ જવાં માટે બનાવેલા કોઇ સાધનનો નિર્દેશ કરે છે.
(૩૩) સ્વેચ્છાપૂવૅક.-કોઇ વ્યકિત એવા સાધનો વડે કોઇ પરિણામ નિપજાવે કે જેનાથી તે નિપજાવવાનો તેનો ઇરાદો હોય અથવા વાપરતી વેળા તે જાણતો હોય અથવા તેને માનવાને કારણ હોય કે તેથી તેવું પરિણાામ નિપજાવવાનો સંભવ છે ત્યારે તેને સ્વેચ્છાપુવૅક તે પરિણામ નિપજાવ્યું કહેવાય
(૩૪) વીલ.-વીલ શબ્દ કોઇપણ વસિયતી દસ્તાવેજનો નિર્દેશ કરે છે.
(૩૫) સ્ત્રી.-સ્ત્રી શબ્દ ગમે તે વયની માનવ નારીનો નિર્દેશ કરે છે.
(૩૬) ગેરકાયદે લાભ.- એટલે લાભ મેળવનારી વ્યકિતએ કાયદેસર રીતે મિલકતની પોતે હકદાર ન હોય તે મિલકતનો ગેરકાયદેસરનાં સાધનો દ્રારા મેળવેલો લાભ
(૩૭) ગેરકાયદે નુકશાન.-એટલે નુકશાન ભોગવનારી વ્યકિતએ કાયદેસર રીતે જે મિલકતની પોતે હકદાર હોય તે મિલકતનું ગેરકયદેસરના સાધનો દ્રારા વેંઠેલુ નુકશાન
(૩૮) ગેરકાયદેસર લાભ લેવો અને ગેરકાયદેસર નુકશાન થવું.- કોઇ વ્યકિત કોઇ વસ્તુ ગેરકાયદેસર મેળવે ત્યારે તેમજ તે ગેરકાયદે રાખી મુકે ત્યારે તે વ્યકિતએ ગેરકાયદે લાભ લીધો કહેવાય કોઇ વ્યકિતને કોઇ મિલકતથી ગેરકાયદે દુર રાખવામાં આવે ત્યારે તેમજ તેને કોઇ મિલકતથી વંચિત રાખવામાં આવે ત્યારે તે વ્યકિતને ગેરકાયદે નુકશાન થયું કહેવાય
(૩૯) આ સંહિતામાં વાપરેલા પણ વ્યાખ્યાયિત ન કરેલા પણ ઇન્ફમૅશન ટેકનોલોજી અધિનીયમ ૨૦૦૦ (૨૦૦૦નો ૨૧મો) અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩માં વ્યાખ્યાયિત કરેલા શબ્દો અને શબ્દપ્રયોગોનો અથૅ તે અધિનિયમ અને સંહિતામાં તેનો જે અનુક્રમે અથૅ આપ્યો છે તે થશે.
Copyright©2023 - HelpLaw