સામાન્ય સ્પષ્ટીકરણ - કલમ : ૩

સામાન્ય સ્પષ્ટીકરણ

(૧) આ સંહિતા દરમ્યાન ગુનાની દરેક વ્યાખ્યા દરેક દંડની જોગવાઇ અને આવી દરેક વ્યાખ્યા અથવા દંડની જોગવાઇનુ દરેક ઉદાહરણ સામાન્ય અપવાદો શીષૅકવાળા પ્રકરણમાં સમાવિષ્ટ અપવાદોને અધીન રહીને સમજવામાં આવશે જો કે તે અપવાદોનું આવી વ્યાખ્યા દંડની જોગવાઇ અથવા ઉદાહરણમાં પુનરાવર્તન કરવામાં આવતુ નથી.

(૨) દરેક અભિવ્યકિત જે આ સંહિતાના કોઇપણ ભાગમાં સમજાવવામાં આવી છે તેનો ઉપયોગ આ સંહિતાના દરેક ભાગમાં સ્પષ્ટીકરણ અનુસાર કરવામાં આવ્યો છે.

(૩) જયારે મિલકત વ્યકિતના જીવનસાથી કારકુન અથવા નોકરના કબ્જામાં હોય તે વ્યકિતના કારણે તે આ સંહિતાના અથૅ મુજબ તે વ્યકિતના કબ્જામાં હોય છે. સ્પષ્ટીકરણઃ- ક્ષમતામાં હંગામીપણે અથવા ચોકકસ પ્રસંગે નોકરીએ (કામે) રાખેલી વ્યકિત કારકુન અથવા નોકર આ પેટા કલમના અર્થ મુજબ કારકુન અથવા નોકર છે.

(૪) આ સંહિતાના દરેક ભાગમાં સંદભૅ માંથી વિપરીત હેતુ દેખાય છે ત્યારે તે સિવાય કરેલા કૃત્યોનો સંદે આપે છે તેવા શબ્દો ગેરકાયદેસર કાયૅલોપને લાગુ પડે છે.

(૫) જયારે કોઇ ગુનાહિત કૃત્ય અનેક વ્યકિતઓ દ્રારા તમામના સામાન્ય ઇરાદાને આગળ વધારવા માટે કરવામાં આવે છે ત્યારે આવી વ્યકિતઓમાંથી દરેક તે કૃત્ય માટે તે જ રીતે જવાબદાર છે જાણે કે તે એકલા દ્રારા કરવામાં આવ્યુ હોય

(૬) જયારે પણ કોઇ કૃત્ય જે માત્ર ગુનાહિત જ્ઞાન અથવા ઇરાદાથી કરવામાં આવ્યું હોવાના કારણ માત્રથી ગુનાહિત છે તે ઘણી વ્યકિતઓ દ્રારા કરવામાં આવે છે ત્યારે આવી દરેક વ્યકિત જે આવા જ્ઞાન અથવા ઇરાદા સાથે કૃત્યમાં જોડાય છે તે કૃત્ય માટે તે જ રીતે જવાબદાર છે જાણે કે કાયૅ તેના દ્રારા એકલા તે જ્ઞાન અથવા ઇરાદાથી કરવામાં આવ્યું હતુ.

(૭) જયારે પણ કોઇ ચોકકસ અસરનું કારણ બને છે અથવા તે અસર લાવવાનો પ્રયાસ કોઇ કૃત્ય દ્રારા અથવા કોઇ ચુક (કાયૅલોપ) દ્રારા ગુનો બને છે તે સમજવું જોઇએ કે તે અસરનું કારણ અંશતઃ કોઇ કૃત્ય દ્રારા અને અંશતઃ તે ગુનામાં ચુક (કાયૅલોપ) દ્રારા છે.

(૮) જયારે કોઇ ગુનો અનેક કૃત્યો દ્રારા કરવામાં આવે છે ત્યારે જે કોઇ પણ વ્યકિત તેમાંથી કોઇ એક કૃત્ય કરીને એકલા અથવા અન્ય કોઇ વ્યકિત સાથે સંયુકત રીતે તે ગુનો કરવામાં ઇરાદાપુવૅક સહકાર આપે છે તે ગુનો કરે છે.

(૯) જયાં ઘણી વ્યકિતઓ ગુનાહિત કૃત્ય કરવા માટે સંકળાયેલી હોય ત્યારે તેઓ તે કૃત્ય દ્રારા જુદા જુદા ગુના માટે દોષિત હોઇ શકે છે.