સજા હળવી કરવા બાબત.
સમુચિત સરકાર ગુનેગારની સંમતિ સિવાય આ સંહિતા હેઠળની કોઇ સજાને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૪૭૪ અનુસાર અન્ય કોઇ શિક્ષામાં ફેરવી શકશે.
સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુઓ માટે યોગ્ય સરકાર એ શબ્દનો અથૅ
(એ) સજા મોતની સજા હોય તેવા અથવા સંઘની કારોબારી સતા જે બાબત સુધી પહોંચતી હોય તેને લગતા કાયદા વિરૂધ્ધનાં ગુના માટે સજા હોય તેવા કેસમાં કેન્દ્ર સરકાર અને
(બી) સજા (મોતની સજા હોય કે ન હોય તો પણ) રાજય ની કારોબારી સતા જે બાબત સુધી પહોંચતી હોય તેને લગતા કાયદા વિરૂધ્ધના ગુના માટે હોય તે કેસમાં જે રાજયમાં ગુનેગારને સજા ફરમાવી હોય તે રાજયની સરકાર એવો થાય છે.
Copyright©2023 - HelpLaw