(કેદના અમુક કેસોમાં) બધી અથવા અંશતઃ સજા સખત અથવા સાદી કરી શકાશે. - કલમ : 7

(કેદના અમુક કેસોમાં) બધી અથવા અંશતઃ સજા સખત અથવા સાદી કરી શકાશે.

ગુનેગારને બે માંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા થઇ શકતી હોય તેવા દરેક કેસમાં બધી કેદ સખત અથવા બધી કેદ સાદી અથવા તેનો થોડો ભાગ સખત અને બાકીનો ભાગ સાદી રાખવાનુ; શિક્ષાના હુકમમાં ફરમાવવાની તે ગુનેગારને સજા કરનાર ન્યાયાલયને સતા રહેશે