દંડની ચુકવણી વગેરેમાં કસુર થયેથી દંડ જવાબદારીની રકમ
(૧) કેટલી રકમ સુધીના દંડ થઇ શકે તે ઠરાવ્યું ન હોય ત્યાં ગુનેગારને કરવાના દંડની રકમ અમયૅ : ાદિત છે પણ તે વધુ પડતી હોવી જોઇએ નહિ.
(૨) ગુનાના દરેક કેસમાં
(એ) જેમાં ગુનેગારને કેદ સાથે અથવા કેદ વગર દંડની સજા થઇ હોય તેવા કેદની તેમજ દંડની શિક્ષાને પાત્ર ગુનાના દરેક કેસમાં
(બી) અને ગુનેગારને દંડની સજા થઇ હોય તેવા કેદની અથવા દંડની અથવા ફકત દંડની શિક્ષાને પાત્ર ગુનાના કેસમાં તે ગુનેગારને દંડ ન ભરે તો તેણે અમુક મુદત સુધી કેદ ભોગવવી એ પ્રમાણે સજાના હુકમમાં ફરમાવવાની તે ગુનેગારને સજા કરનારા ન્યાયાલયને સતા રહેશે તેવી કેદ તે ગુનેગારને બીજી કોઇ કેદની સજા થઇ હોય તે ઉપરાંતની અથવા સજા હળવી કરવાના હુકમ હેઠળ જે કેદને તે પાત્ર હોય તે ઉપરાંતની રહેશે.
(૩) કોઇ ગુનો કેદની તેમજ દંડની એમ બંને શિક્ષાને પાત્ર હોય અને દંડ ન ભરાય તો ન્યાયાલય તે ગુનેગારને કેદમાં રાખવાનું ફરમાવે તે મુદત તે ગુના માટે નકકી કરેલી વધુમાં વધુ મુદતના ૧/૪ કરતા વધુ હોવી જોઇશે નહિ.
(૪) દંડ ન ભરાય તો જે કેદ ભોગવવા માટે ન્યાયાલયને હુકમ કરે તે કેદ અથવા સામુદાયિક સેવાની કસુર થયેથી તે ગુના માટે ગુનેગારને જે પ્રકારની કેદની સજાનો હુકમ થઇ શકે તેવા કોઇપણ પ્રકારની કેદ થઇ શકે.
(૫) દંડ અથવા સમુહ સેવાઓ સાથે ગુનો શિક્ષાપાત્ર હોય તો ન્યાયાલય દંડની ચુકવણીમાં અથવા સમુહ સેવામાં કસુર થવામાં જે કેદ લાદશે તે સાદી હશે અને જે મુદત માટે ન્યાયાલય ગુનેગારને કેદ કરવાનો આદેશ આપે તો દંડની ચુકવણીના કસુરમાં અથવા સમુહ સેવાના કસુરમાં તે મુદત
( એ) દંડની રકમ પાંચ હજાર રૂપિયા કરતાં વધુ ન હોય તો બે મહિનાથી અને
બી) દંડની રકમ દસ હજાર રૂપિયા કરતા વધુ ન હોય તો ચાર મહિનાથી અને (
(સી) અન્ય કોઇ કેસમાં એક વષૅથી વધુ હોવી જોઇશે નહિ.
(૬) (એ) દંડ ન ભરે તો કેદની જે સજા કરી હોય તે સજાઓ તે દંડ આપવામાં આવે અથવા કાયદાની રાહે તે વસુલ કરવામાં આવે ત્યારે અંત આવશે.
(બી) દંડ ન ભરાય તે માટે નકકી કરેલી કેદની મુદત પુરી થતા પહેલા દંડનો એવો કોઇ ભાગ આપવામાં આવે અથવા વસુલ કરવામાં આવે કે દંડ ન ભરવાને કારણે ભોગવેલી કેદની મુદત દંડનો જેટલો ભાગ આપવાનો બાકી રહ્યો હોય તેના પ્રમાણમાં ભોગવવાની કેદની મુદત કરતાં ઓછી ન હોય તો બાકીની કેદની સજાનો અંત આવશે.
(૭) દંડ અથવા તેનો જેટલો ભાગ આપવાનો બાકી હોય તે સજાનો હુકમ થયા પછી છ વષૅની અંદર કોઇપણ સમયે વસુલ કરી શકાશે અને તે સજાના હુકમ હેઠળ ગુનેગાર છ વર્ષ કરતા વધુ મુદતની કેદને પાત્ર થતો હોય તો તે મુદત પુરી થતાં પહેલા કોઇપણ સમયે વસુલ કરી શકાશે અને ગુનેગારના મૃત્યુ પછી કાયદેસર રીતે તેનું દેવું જે મિલકતમાંથી વસુલ કરી શકાય તે મિલકત તેના મૃત્યુ પામવાથી તે બોજામાંથી મુકત થતી નથી.
Copyright©2023 - HelpLaw