કેટલાક ગુના મળીને બનેલા ગુનાની શિક્ષાની મર્યાદા - કલમ : 9

કેટલાક ગુના મળીને બનેલા ગુનાની શિક્ષાની મર્યાદા

(૧) જુદા જુદા કૃત્યો મળીને ગુનો બનતો હોય અને તેમાંનુ કોઇ એક કૃત્ય ખુદ ગુનો હોય ત્યારે ગુનેગારને તેના એવા ગુનાઓ પૈકી એક કરતાં વધારે ગુનાની શિક્ષા કરી શકાશે નહિ સિવાય કે તે વિશે એવી સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવી હોય

(૨) (એ) ગુનાઓની વ્યાખ્યા કરતા અથવા શિક્ષા કરતા તે સમયે અમલમાં હોય તેવા કાયદાની બે કે વધુ જુદી જુદી વ્યાખ્યાઓમાં આવી જતું કોઇ કૃત્ય ગુનો હોય ત્યારે અથવા

(બી) જે કરેલા કૃત્યો પૈકીનું એક કૃત્ય અથવા એકથી વધુ કૃત્ય ખુદ ગુનો બનતું હોય તેવાં કેટલાંક કૃત્યો મળીને જુદો ગુનો બનતો હોય ત્યારે, ગુનેગારને તેની ઇન્સાફી કાયૅવાહી કરનારૂ ન્યાયાલય એવા ગુનાઓ પૈકી કોઇ એક ગુના માટે કરી શકાતી શિક્ષા કરતા વધુ કડક શિક્ષા કરી શકશે નહિ.