કેટલાક ગુનાઓ પૈકી એકને માટે દોષિત ઠરેલી વ્યકિત તે કયાં ગુના માટે દોષિત છે એ વિશે શંકા હોવાનુ ફેંસલામાં જણાવ્યુ હોય ત્યારે તેને કરવાની શિક્ષા
જે કેસમાં એવો ફેસલો આપવામાં આવે કે અમુક વ્યકિત તે ફેંસલામાં નિદિષ્ટ કરેલાં જુદા જુદા ગુનાઓ પૈકી એક ગુનામાં દોષિત છે પણ તે ગુનાઓ પૈકી કયા ગુના માટે તે દોષિત છે તે વિશે શંકા છે તો તેવા તમામ કેસોમાં જો તમામ ગુના માટે એક સરખી શિક્ષા ઠરાવી ન હોય તો જેની ઓછામાં ઓછી શિક્ષા ઠરાવી હોય તે ગુના માટે ગુનેગારને શિક્ષા કરવામાં આવશે.
Copyright©2023 - HelpLaw