એકાંત કેદ - કલમ : 11

એકાંત કેદ

જે ગુના માટે આ સંહિતા હેઠળ સખત કેદની શિક્ષા કરવાની ન્યાયાલયને સતા હોય તે ગુના માટે કોઇ વ્યકિત દોષિત ઠરે ત્યારે ન્યાયાલય પોતાના સજાના હુકમથી ફરમાવી શકશે કે સજા પામેલા ગુનેગારને જે સજા કરવામાં આવી છે તેના કોઇ ભાગ કે ભાગોની મુદત સુધી તેને નીચેના ધોરણ અનુસાર એકદંર ત્રણ મહિનાથી વધુ નહિ એવી એકાંત કેદમાં રાખવામાં આવશે.

(એ) કેદની મુદત છ મહિના કરતાં વધુ ન હોય તો એક મહિના કરતાં વધુ સમય સુધી નહી

(બી) કેદની મુદત છ મહીના કરતા વધુ પણ એક વષૅ કરતા ઓછી હોય તો બે મહિના કરતા વધુ સમય સુધી નહિ.

(સી) કેદની મુદત એક વષૅ કરતા વધુ હોય તો ત્રણ મહિના કરતા વધુ સમય સુધી નહિ.