અગાઉ દોષિત ઠર્યા પછી અમુક ગુનાઓ માટે વધારે શિક્ષા
કોઇ વ્યકિત કે જે ભારતના કોઇ ન્યાયાલય દ્રારા આ અધિનિયમના પ્રકરણ ૧૦ અથવા પ્રકરણ ૧૭ હેઠળ ત્રણ વષૅની અથવા તેથી વધુ મુદતની બેમાંથી ગમે તે પ્રકારની કેદની શિક્ષાને પાત્ર ગુના માટે દોષિત ઠરી ચુકી હોય તે વ્યકિત તે બેમાંથી કોઇ પ્રકરણ હેઠળ તેટલી જ મુદતની તેવી જ કેદની શિક્ષાને પાત્ર ગુના માટે દોષિત ઠરે તો તે પછીના એવા દરેક ગુના માટે આજીવન કેદની અથવા દસ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષાને પાત્ર થશે.
Copyright©2023 - HelpLaw