જે કૃત્યથી હાનિ થવા સંભવ હોય તેવું પણ ગુનાહિત ઇરાદા વિના અને બીજી હાનિ થતી અટકાવવા કરેલુ કૃત્ય - કલમ : 19

જે કૃત્યથી હાનિ થવા સંભવ હોય તેવું પણ ગુનાહિત ઇરાદા વિના અને બીજી હાનિ થતી અટકાવવા કરેલુ કૃત્ય

હાનિ કરવાના ગુનાહિત ઇરાદા વિના અને શુધ્ધબુધ્ધિથી શરીર કે મિલકતને હાનિ થતી અટકાવવા અથવા તેમાંથી બચવા માટે કોઇપણ કૃત્ય કરવામાં આવ્યું હોય તો માત્ર તે કૃત્યથી હાનિ થવાનો સંભવ છે એવું જાણીને કર્યુ હોવાના કારણે તે કૃત્ય કોઇ ગુનો નથી.

સ્પષ્ટીકરણઃ- આવા દાખલમાં જે હાનિ થતી અટકાવવી હોય અથવા જે હાનિમાંથી બચવું હોય તે હાનિ સદરહુ કૃત્યથી હાનિ થવાનો સંભવ છે એમ જાણીને લીધેલુ જોખમ વાજબી અથવા ક્ષમ્ય ગણાય એવા પ્રકારની અને એવી રીતે માથે તોળાઇ રહી હતી કે તેમ તે હકીકતનો પ્રશ્ન છે.