સંમતિથી કરેલુ કૃત્ય જેનાથી મૃત્યુ નિપજાવવાનો કે મહાવ્યથા કરવાનો ઇરાદો ન હોય અથવા તેમ થવાનો સંભવ હોવાની જાણ ન હોય - કલમ : 25

સંમતિથી કરેલુ કૃત્ય જેનાથી મૃત્યુ નિપજાવવાનો કે મહાવ્યથા કરવાનો ઇરાદો ન હોય અથવા તેમ થવાનો સંભવ હોવાની જાણ ન હોય

જેનથી મૃત્યુ નિપજાવવાનો અથવા મહાવ્યથા કરવાનો ઇરાદો ન હોય અને જેનાથી મૃત્યુ અથવા મહાવ્યથા થવાનો સંભવ હોવાનું કૃત્ય કરનાર જાણતો ન હોય તેવા કોઇ કૃત્યથી હાનિ સહન કરવા સ્પષ્ટ કે ગભિત સંમતિ આપનાર અઢાર વષૅથી વધુ વયની વ્યકિતને જે હાનિ થાય અથવા કૃત્ય કરનારનો તેને જે હાનિ પહોચાડવાનો ઇરાદો હોય તેવા અથવા હાનિનું જોખમ ઉઠાવવા સંમતિ આપનાર વ્યકિતને જે હાનિ થવાનો સંભવ હોવાનું કૃત્ય કરનાર જાણતો હોય તેવી હાનિને કારણે તે કૃત્ય ગુનો નથી.