કોઇ બાળક અથવા અસ્થિર મગજની વ્યકિતના ફાયદા માટે તેના વાલીએ અથવા વાલીની સંમતિથી શુધ્ધબુધ્ધિથી કરેલુ કૃત્ય
બાર વષૅથી ઓછી વયના અથવા અસ્થિર મગજની વ્યકિતના ફાયદા માટે તેના માટે વાલીએ અથવા તે વ્યકિતનો કાયદેસર હવાલો ધરાવતી બીજી વ્યકિતએ કરેલા કોઇ કૃત્યથી અથવા તેમની સ્પષ્ટ અથવા ગભિત સંમતિથી શુધ્ધબુધ્ધિથી કરેલા કોઇ કૃતયથી તેને જે હાનિ થાય અથવા તેને જે હાનિ પહોચાડવાનો તે કૃત્ય કરનારનો ઇરાદો હોય તેવી અથવા તેને જે હાનિ થવાનો સંભવ હોવાનુ કૃત્ય કરનાર જાણતો હોય તેવી હાનિને કારણે તે કૃત્ય ગુનો નથી.
પરંતુઃ-
(એ) ઇરાદાપુવૅક નિપજાવવાના કૃત્યને અથવા મૃત્યુ નિપજાવવાની કોશિશને આ અપવાદ લાગુ પડશે નહિ.
(બી) જેનાથી મૃત્યુ નિપજાવવાનો સંભવ હોવાનુ કૃત્ય કરનાર વ્યકિત જાણતી હોય અને જે કૃત્ય મૃત્યુ અથવા મહાવ્યથા થતી અટકાવવા અથવા ભયંકર રોગ અથવા અશકતતા દુર કરવાના હેતુ સિવાયના બીજા હેતુ માટે કરવામાં આવે તેને આ અપવાદ લાગુ પડશે નહિ.
(સી) સ્વેચ્છાપુવૅક મહાવ્યથા કરવાને અથવા તેમ કરવાની કોશિશને આ અપવાદ લાગુ પડશે નહિ સિવાય કે મૃત્યુ અથવા મહાવ્યથા અટકાવવાના અથવા કોઇ ભયંકર રોગ અથવા અશકતતા દુર કરવાના હેતુ માટે તે હોય
(ડી) જે ગુનો કરવાને આ અપવાદ લાગુ પડતો ન હોય તે ગુનાના દુષ્મેરણ ને તે લાગુ પડશે નહિ.
Copyright©2023 - HelpLaw