સંમતિ જે ભયના લીધે અથવા ખોટા ખ્યાલના લીધે આપી હોવાનું જાણવામાં હોય. - કલમ : 28

સંમતિ જે ભયના લીધે અથવા ખોટા ખ્યાલના લીધે આપી હોવાનું જાણવામાં હોય.

(એ) હાનિ થવાના ભયને લીધે અથવા ખોટા ખ્યાલને લીધે કોઇ વ્યકિતએ સંમતિ આપી હોય અને કૃત્ય કરનારી વ્યકિત જાણતી હોય અથવા તેને માનવાને કારણ હોય કે તે સંમતિ એવા ભય અથવા ખોટા ખ્યાલના પરિણાામે આપવામાં આવી છે તો અથવા

(બી) મગજની અસ્થિરતાને કારણે અથવા નશાને કારણે પોતે જે કૃત્ય માટે સંમતિ આપે છે તે કેવા પ્રકારનુ છે અને તેનું કેવુ પરિણામ આવશે તે સમજવાને અશકિતમાન હોય એવી વ્યકિતએ સંમતિ આપી હોય તો અથવા

(સી) બાર વષૅથી ઓછી વયની વ્યકિતએ સંમતિ આપી હોય અને સંદભૅથી વિરૂધ્ધનું જણાતુ ન હોય તો તેવી સંમતી આ સંહિતાની કોઇપણ કલમમાં નિદિષ્ટ સંમતિ નથી.