કોઇ વ્યકિતના ફાયદા માટે તેની સંમતિ વીના શુધ્ધબુધ્ધિથી કરેલુ કૃત્ય
સંજોગો એવા હોય કે સંમતિ આપવાનું કોઇ વ્યકિત માટે અશકય હોય અથવા તે વ્યકિત સંમતિ આપી શકે તેમ ન હોય અને તેનો કોઇ વાલી અથવા તેનો કાયદેસરનો હવાલો ધરાવતી બીજી વ્યકિત ન હોય કે જેની પાસેથી ફાયદા માટે કોઇ કૃત્ય કરવાની સમયસર સંમતિ મેળવવાનું શકય હોય તો તે વ્યકિતની સંમતિ વિના પણ શુધ્ધબુધ્ધિથી તેના ફાયદા માટે કરેલા કૃત્યથી તેને જે હાનિ થાય તે હાનિને કારણે તે કૃત્ય ગુનો નથી.
પરંતુ:-
(એ) ઇરાદાપુવૅક મૃત્યુ નિપજાવવાનો અથવા મૃત્યુ નિપજાવવાની કોશિશને આ અપવાદ લાગુ પડશે નહિ.
(બી) કૃત્ય કરનાર વ્યકિત જાણતી હોય કે જેનાથી મૃત્યુ નિપજવાનો સંભવ છે તે કૃત્ય મૃત્યુ અથવા મહાવ્યથા અટકાવવા અથવા કોઇ ભંયકર રોગ અથવા અશકતતા દુર કરવા સિવાયના હેતુ માટે કરવાને આ અપવાદ લાગુ પડશે નહિ.
(સી) મૃત્યુ અથવા વ્યથા થતી અટકાવવા સિવાયના હેતુ માટે સ્વેચ્છાપુવૅક વ્યથા કરવાને અથવા વ્યથા કરવાની કોશિશને આ અપવાદ લાગુ પડશે નહિ.
(ડી) જેને આ અપવાદ લાગુ પડતો નથી તે ગુનો કરવાનું દુષ્પ્રણ કરવાને પણ તે લાગુ પડશે નહિ.
Copyright©2023 - HelpLaw