ધમકીથી જે કરવાની કોઇ વ્યકિતને ફરજ પાડી હોય તે કૃત્ય - કલમ : 32

ધમકીથી જે કરવાની કોઇ વ્યકિતને ફરજ પાડી હોય તે કૃત્ય

ખૂન અને રાજય વિરૂધ્ધના મોતની શિક્ષાને પાત્ર ગુના સિવાયનુ કોઇ કૃત્ય કરતી વેળા, તે કરનારને તેમ ન કરે તો તેને તત્કાળ મારી નાંખવામાં આવશે એવી વાજબી દહેશત પેદા કરે એવી ધમકીઓથી તે કરવાની ફરજ પાડવામાં આવી હોય તો તેણે કરેલું એવુ કૃત્ય ગુનો નથી.

પરંતુ કૃત્ય કરનાર જો સ્વેચ્છાથી અથવા પોતાને તાત્કાલીક કૃત્ય કરતા ઓછી હાનિ થવાની વાજબી દહેશતના લીધે તેને એમ કરવું જ પડે એવી પરિસ્થિતિમાં મુકાયો હોવો ન જોઇએ

સ્પષ્ટીકરણ-૧ જે કોઇ વ્યકિત પોતાનો રાજીખુશીથી અથવા માર મારવાની ધમકીના કારણે તેઓ ડાકુઓ છે એવું જાણવા છતા ડાકુઓની ટોળીમાં જોડાય તેને કાયદા મુજબ ગુનો બને તેવું કોઇ કૃત્ય કરવા તેના સાથીઓએ ફરજ પાડી હોવાને તેને કારણે આ અપવાદનો લાભ મળી શકશે નહી.

સ્પષ્ટીકરણ-૨ ડાકુઓની ટોળીએ પકડેલી અને તરત મારી નાંખાની ધમકી આપીને કાયદા મુજબ ગુનો બને તેવુ કૃત્ય કરવાની જેને ફરજ પાડવામાં આવી હોય તે વ્યકિત દાખલા તરીકે કોઇ લુહાર જેને ડાકુઓ કોઇ ઘરમાં પેસી તે ઘર લુંટી શકે તે માટે પોતાના ઓજાર લઇને ઘરના બારણા ખોલી આપવાની ફરજ પાડી હોય તેને આ અપવાદનો લાભ મળી શકશે.