શરીર અને મિલકતના સ્વ બચાવનો હક - કલમ : 35

શરીર અને મિલકતના સ્વ બચાવનો હક

દરેક વ્યકિતને કલમ ૩૭માં જણાવેલી મયૅાદાઓને આધિન રહીને બચાવ કરવાને નીચે પ્રમાણે હક છે

(એ) મનુષ્યના શરીરને અસરકતૅા કોઇ ગુના સામે પોતાનો અને બીજી કોઇ વ્યકિતના શરીરનો બચાવ કરવાનો

(બી) ચોરી લુંટ બગાડ કે ગુનાહિત અપ પ્રવેશની વ્યાખ્યામાં આવી જતો ગુનો હોય તેવા અથવા જે ચોરી લુંટ બગાડ કે ગુનાહિત અપ પ્રવેશ કરવાની કોશિશ હોય તેવા કૃત્ય સામે પોતાની અથવા બીજી કોઇ વ્યકિતની સ્થાવર કે જંગમ મિલકતના બચાવનો