જેની સામે સ્વ બચાવનો હક નથી તેવા કૃત્યો
(૧) સ્વ બચાવનો હક નથી
(એ) કોઇ રાજય સેવક પોતાના હોદ્દાની રૂએ જે કૃત્યથી મોત અથવા મહાવ્યથા થવાની વાજબી રીતે દહેશત ઊભી થતી ન હોય એવું કોઇ કૃતય શુધ્ધબુધ્ધિથી કરતો હોય અથવા કરવાની કોશિશ કરતો હોય તે કૃત્ય સામે સ્વ બચાવનો હક નથી. પછી ભલે તે કૃત્ય સવૅથા કાયદાનુમત ન હોય
(બી) પોતાના હોદ્દાની રૂએ શુધ્ધબુધ્ધિથી કામ કરતા કોઇ રાજય સેવકના આદેશ મુજબ જે કૃત્યથી મૃત્યુ અથવા મહાવ્યથા થવાની વાજબી રીતે દહેશત ઊભી થતી ન હોય કોઇ એવું કૃત્ય કરવામાં આવતું હોય અથવા તે કરવાની કોશિશ થતી હોય તે કૃત્યની સામે સ્વ બચાવનો હક નથી પછી ભલે તે આદેશ સવૅથા કાયદનુમત ન હોય
(સી) સરકારી અધિકારીઓનું રક્ષણ મેળવવાનો સમય હોય તેવા દાખલામાં સ્વ બચાવનો હક નથી.
(૨) કેટલી હદ સુધી તે હક વાપરી શકાય.
સ્વ બચાવનો હક કોઇપણ સંજોગોમાં બચાવના હેતુ માટે કરવી જરૂરી હોય તેથી વધુ હાનિ કરવા સુધી પહોંચતો નથી.
સ્પષ્ટીકરણઃ-૧ કોઇ રાજય સેવક પોતાની એવી હેસિયતથી કરેલા કે કરવાની કોશિશ કરી હોય તેવા કૃત્યની સામે કોઇ વ્યકિત સ્વ બચાવના હકથી વંચિત રહેશે નહિ સિવાય કે તે કૃત્ય કરનાર રાજય સેવક છે એમ પોતે જાણતી હોય અથવા એમ માનવાને પોતાને કારણ હોય
સ્પષ્ટીકરણઃ-૨ કોઇ રાજય સેવકના આદેશથી કરેલા કે કરવાની કોશિશ કરી હોય તેવા કૃત્યની સામે કોઇ વ્યકિત સ્વ બચાવના હકથી વંચિત રહેશે નહિ સિવાય કે તે કૃત્ય કરનાર તેવા આદેશ મુજબ કામ કરતો હોવાનું પોતે જાણતી હોય અથવા એમ માનવાને પોતાને કારણ હોય અથવા તે કૃત્ય કરનારે પોતે કયા અધિકાર મુજબ વતૅ છે તે જણાવ્યું હોય અથવા જો તેની પાસે લેખિત અધિકાર હોય તો તેની માંગણી થયે તેણે અધિકારપત્ર રજુ કર્યુ હોય.
Copyright©2023 - HelpLaw