શરીરના સ્વ બચાવનો હક મૃત્યુ નિપજાવવા સુધી પહોંચે ત્યારે - કલમ : 38

શરીરના સ્વ બચાવનો હક મૃત્યુ નિપજાવવા સુધી પહોંચે ત્યારે

જે ગુનાથી સ્વ બચાવનો હક વાપરવાનો પ્રસંગ આવે તે ગુનો આમાં હવે પછી ગણાવેલા પ્રકારો પૈકી કોઇપણ પ્રકારનો હોય તો શરીરના સ્વ બચાવનો હક કલમ ૩૭માં જણાવેલી મયૉદાઓમાં રહીને હુમલો કરનારનું સ્વેચછાપુવૅક મૃત્યુ નિપજાવવા સુધી અથવા તેને બીજી કોઇ હાનિ કરવા સુધી પહોંચે છે.

(એ) જેનાથી વાજબી રીતે દહેશત ઉભી થાય કે બચાવ ન કરવાના પરિણામે મૃત્યુ થશે એવો હુમલો

(બી) જેનાથી વાજબી રીતે દહેશત ઊભી થાય કે બચાવ ન કરવાના પરિણામે મહાવ્યથા થશે.

(સી) બળાત્કાર કરવાના ઇરાદાથી કરેલો હુમલો

(ડી) સૃષ્ટિક્રમ વિરૂધ્ધ કામવાસના સંતોષવાના ઇરાદાથી કરેલો હુમલો

(ઇ) અપહરણ અથવા ભગાડી લઇ જવાના ઇરાદાથી કરેલો હુમલો

(એફ) પોતાની મુકિત માટે રાજય સતાધિકારીઓની પોતે સહાયતા મેળવી શકશે નહિ એવા વાજબી રીતે તેને ભય લાગે એવા સંજોગોમાં કોઇ વ્યકિતને ગેરકાયદે અટકાયતમાં રાખવાના ઇરાદાથી કરેલો હુમલો

(જી) એસિડ ફેંકવાનું અથવા એસિડ પીવડાવવાનું કૃત્ય અથવા એસિડ ફેંકવાનો અથવા પીવડાવવાનો પ્રયત્ન કરવો જેનાથી આવા કૃત્યના પરિણામે અન્યથા મહાવ્યથા થવાની વાજબી રીતે દહેશત ઊભી થાય