એવો હક મૃત્યુ સિવાયનો કોઇ હાનિ કરવા સુધી કયારે પહોચે છે. - કલમ : 39

એવો હક મૃત્યુ સિવાયનો કોઇ હાનિ કરવા સુધી કયારે પહોચે છે.

ગુનો જો ઉપરની કલમ ૩૮માં ગણાવેલા પ્રકારો પૈકી કોઇ પ્રકારનો ન હોય તો શરીરના સ્વ બચાવનો હક હુમલો કરનારનું સ્વેચછાપુવૅક મૃત્યુ નિપજાવવા સુધી પહોંચતો નથી પણ કલમ ૩૭માં જણાવેલી મયૅાદાઓમાં રહીને હુમલો કરનારને મૃત્યુ સિવાયની બીજી કોઇ હાનિ સ્વેચ્છાપુવૅક કરવા સુધી પહોચે છે.